અકસ્માત મૃત્યુ કેસમાં ભોગ બનનાર પરિવારને 75 લાખનું વળતર ચૂકવવા અદાલતનો હુકમ

ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા…

ત્રણ વખત વેંચાયા છતાં નામ ટ્રાન્સફર ન થયેલી મારુતિ કારે અકસ્માત સર્જી દંપતી પૈકી પતિનું મૃત્યુ અને પત્નીને ગંભીર ઇજાના કિસ્સામાં અદાલતે હતભાગી પરિવારને રૂૂપિયા 75 લાખનું વળતર ચૂકવવા ટુ વેલ્યુ બ્રોકર કંપની અને મારુતિ કારના મૂળ માલિકને હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, ગોંડલના બીલડી ગામે રહેતા ખેડૂત ગુજરનાર ભીખુભાઈ પોપટભાઈ ભુવા મોટર સાઇકલમાં ગોંડલ વાસાવડ રોડ પર બીલડી ગામના પાટીયા પાસે પહોંચતા હતા ત્યારે એક કારે હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત ભીખુભાઈ પોપટભાઈ ભુવાનુ લાંબી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પાછળ બેઠેલ ગુજરનારના પત્નિ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેનું વળતર મેળવવા માટે ગોંડલ કોર્ટમાં કલેઈમ દાખલ કરાયો હતો.

દરમિયાન આ અંગેની તપાસમાં ખુલ્યા મુજબ, અકસ્માતમાં સંડોવાયેલ કાર તેના મુળ માલિકે નવી કાર ખરીદવાના હેતુથી મારુતિ કાર જુના વાહનો લે-વેચનું કામ કરતી ટુવેલ્યુ કંપનીને વેચેલ હતી. જે ટુ વેલ્યુ કંપનીએ કોઈ અજાણ્યા અલગ-અલગ ત્રણ વ્યકિતઓને આરટીઓમાં નામ ટ્રાન્સફર કરાવ્યા વગર વેચેલી. જે ત્રીજા ખરીદનારે આ ગાડી દ્વારા અકસ્માત કરેલ અને આરટીઓમાં આ ગાડીના મુળ માલિકનું નામ અકસ્માત સમયે ચાલુ હતું.

જેથી કોર્ટ સમક્ષ આવેલા તમામ પુરાવાઓને ધ્યાને લઈ ગોંડલ કોર્ટે ગાડીના મુળ માલિક એટલે કે રજિસ્ટર્ડ ઓનર અને મારુતિ કારની ટુ વેલ્યુ કંપનીને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવેલ છે અને જેમાં અરજદારના વકીલે રજુ કરેલ પુરાવા જોતા કોર્ટે ગાડી ટુ વેલ્યુ કંપનીને વેચેલ છે તેવી ધારદાર દલીલ તેમજ ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને ધ્યાને લેતા મૃતકના પરીવારજનોને વ્યાજ અને ખર્ચ સહિત 75 લાખ રૂૂપિયા ટુ વેલ્યુ કંપનીએ અને રજિસ્ટર્ડ ઓનરે ચુકવવાનો ગોંડલના મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલના જજ એચ.એ. ત્રિવેદીએ હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ગુજરનારના પરિવારને ન્યાય અપાવવા ગોંડલના એડવોકેટ યતિશભાઈ ગોવિંદભાઈ દેસાઈ તથા એડવોકેટ મયંક પ્રવીણભાઈ ધનેશા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *