ધોરજીમાં રોડ રસ્તા અને ભુગર્ભ ગટરના કામમાં ભષ્ટાચાર આચરનાર વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નહી લેતા વકિલ દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા.કોર્ટ દ્વારા ભષ્ટાચાર આચરનારા જવાબદારો સામે પગલા લેવા કોર્ટ હુકમ કર્યો છે.
સને 2017-18 માં ધોરાજી શહેરમાં સરકાર દ્વારા ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યોજના હેઠળ ભુગર્ભ ગટર અને રોડ રસ્તાનું કામ ચાલુ કરાયેલ. તે વખતે ધોરાજી નગરપાલીકા તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ તથા નગરપાલીકાનાં સતાધિશો તથા કામગીરીનાં કોન્ટ્રાકટરો દ્વારા કામગીરી શરૂૂ કરાયેલ અને ટાટા ક્ધસ્લટન્સી દ્વારા ઓજર્વેશનની કામગીરી થયેલ અને આ તમામ અધિકારીઓ-સતાધિશોએ મીલીભગત કરી પબ્લીક મનીનો વ્યય થાય તે રીતે ભ્રષ્ટાચાર કરી ખુબ જ નબળી ગુણવતાની કામગીરી કરેલ. જેથી ધોરાજીનાં એડવોકેટ ચંદુભાઈ એસ. પટેલ દ્વારા આ તમામ કામગીરી કરનારા જવાબદારો સામે પોલીસમાં રાવ-ફરીયાદો કરેલ પરંતુ પોલીસ દ્વારા કોઈ કામગીરી ન થતાં ચંદુભાઈ પટેલએ ધોરાજી કોર્ટમાં પ્રતિભા ઈન્ડસ્ટ્રીઝ થ્રુ ચેતનભાઈ પટેલ તથા નાયબ કાર્યપાલક ઈજનેર પાણી પુરવઠા બોર્ડનાં બલદાણીયા તથા ધોરાજી નગરપાલીકાનાં તત્કાલીન મુખ્ય અધિકારી આર. સી. દવે તથા તત્કાલીન પ્રમુખ બટુકભાઈ કંડોલીયા તથા સંજયભાઈ માવાણી તથા નગરપાલીકાનાં એન્જીનીયર મોણપરા તથા મધુરમ કંન્ટ્રકશન કંપનીનાં વિમ્પલભાઈ વઘાસીયા તથા મેટલ રોડ બનાવનાર કોન્ટ્રાકટર વિગેરે સામે ફરજમાં બેદરકારી દાખવી સરકારી નાણાંની ઉચાપત થાય અને જાહેર જનતાની સુખાકારી જોખમાય તેવું કૃત્ય કરવા બદલ ફરીયાદ દાખલ કરેલ.
અત્રે એ યાદ કરવાનું રહે કે જે તે વખતનાં ભાજપનાં ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયા દ્વારા પણ આ કામગીરીનો વિરોધ થયેલ પરંતુ બાદમાં ગમે તે કારણોસર પ્રવિણભાઈએ વિરોધ કરવાનું બંધ કરી દીધેલ. આ ફરીયાદ ધોરાજી કોર્ટમાં દાખલ થતા ધોરાજી કોર્ટે ફરીયાદી એડવોકેટ ચંદુભાઈ પટેલ(સીરોયા) નું નિવેદન નોંધેલ અને ચંદુભાઈ દ્વારા રજુ રખાયેલ દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈ રૂૂબરૂૂની રજુઆતો દલીલો ધ્યાને લઈ અને હાલમાં પણ રોડ રસ્તાઓ બીલકુલ ખરાબ થઈ ગયા છે તે હકીકત પણ ધ્યાને લઈ તમામ જવાબદારો વિરૂૂધ્ધ જાહેર જનતાની સુખાકારી ધ્યાને લેવાની ફરજમાં ગંભીર પ્રકારની બેદરકારી આરોપીઓએ દાખવેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે માની ભારતીય દંડ સંહિતાની કલમ-166 તથા 166(એ) મુજબ ગુન્હો આગળ ચલાવવા તા: 10/12/2024 નાં રોજ હુકમ કરેલ છે. આ હુકમ થતાં રોડ રસ્તાનાં ભ્રષ્ટાચારનું ભૂત ફરી ધુણ્યું હોવાનું અને ભ્રષ્ટાચારીઓ વિરૂૂધ્ધ કાયદાનો સકંજો મજબુત થયાનું લોકોમાં ચર્ચાય રહેલ છે.આ કામમાં ફરીયાદી ચંદુભાઈ એસ. પટેલની સાથે ધોરાજી વકીલ મંડળના સભ્યોએ પણ સાથ સહકાર આપેલ છે.