ગુજરાત
ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ
વાહનચાલકોની બેદરકારી પકડવા સીસીટીવી ફૂટેજના આધારે કડક કાર્યવાહી
શહેરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ વાહનચાલકોની બેદરકારી સામે કડક કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. વર્ષ 2021થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.
જામનગર શહેરમાં વાહનચાલકો દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, ત્રણ સવારી બેસાડવી અને વન-વેમાં વાહન ચલાવવા જેવા ગુનાઓ વધુ પ્રમાણમાં બનતા હોય છે. આવા ગુનાઓને રોકવા માટે જામનગર શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવે છે.
વર્ષ 2021થી સીસીટીવી કેમેરા દ્વારા પકડાયેલા ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3627 વાહનચાલકોને કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે. આ વાહનચાલકોએ નિયત સમયમાં દંડ ભરવામાં બેદરકારી દાખવતા કોર્ટની નોટિસ ફટકારવામાં આવી છે.જામનગર શહેરમાં 355 સીસીટીવી કેમેરા દ્વારા સમગ્ર શહેરમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ દ્વારા ઈ-મેમો ફટકારવામાં આવે છે. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનાના માર્ગદર્શન હેઠળ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ દ્વારા શહેરના માર્ગો પર ત્રણ સવારી, ચાલુ વાહનમાં મોબાઇલ ફોન પર વાત કરવી, રોંગ સાઇડમાં વાહન ચલાવવું, શીટ બેલ્ટ ન બાંધવા જેવા ટ્રાફિક નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવામાં આવે છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે, વાહનચાલકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને ઈ-મેમો મળતાં જ દંડ ભરપાઈ કરી દેવો જોઈએ. નહીંતર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
હવે દંડ સાથે જેલની સજાની પણ શક્યતા!
જામનગર શહેરમાં ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરતાં વાહનચાલકો માટે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, ઘણા વાહનચાલકો નંબર પ્લેટ વાળી નાખવા અથવા તો નિયમ મુજબની નંબર પ્લેટ ન લગાવીને ઈ-ચલણથી બચવાના પ્રયાસો કરે છે. આવા બેદરકાર વાહનચાલકો સામે હવે માત્ર એમવી એક્ટ હેઠળ જ નહીં પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમો પણ ઉમેરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે, આવા વાહનચાલકોને હવે દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. આ નિર્ણયથી જામનગરમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવામાં મદદ મળશે અને રસ્તા પરની અકસ્માતોમાં ઘટાડો થશે.
ગુજરાત
અંબાજી નજીક ત્રિશુલીયા ઘાટ પર બસની બ્રેક ફેલ થતાં સર્જાયો અકસ્માત, 20થી વધુ મુસાફર ઘાયલ
રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે અંબાજીના ત્રિશુલિયા ઘાટ નજીક ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. આજે ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 20થી વધુ મુસાફર ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. યાત્રિકો અંબાજી દર્શન કરીને પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર બસની બ્રેક ફેલ થતા અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. બસ પલટી મારી જતા અનેક મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને દાંતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મુસાફરો અંજારથી અંબાજી દર્શન કરવા માટે આવ્યા હતા. અંબાજીથી પરત ફરતી વખતે ત્રિશુલીયા ઘાટ પર અકસ્માત સર્જાયો હતો.
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ અકસ્માત ઝોન બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. અવાર નવાર ત્રિશુલિયા ઘાટ પર અકસ્માતની ઘટના સામે આવતી રહે છે. આ જગ્યાએ અસામાન્ય રીતે સાવધાની જરૂરી છે, પરંતુ તે છતાં, આ માર્ગ પર અકસ્માતોની વારંવાર ઘટનાઓ સામે આવે છે.
ગુજરાત
સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે અસંસ્કારી ભાષાનો પ્રયોગ, મર્દ-નામર્દ સુધીના મેણાંટોણાં
ફોર્મ ચકાસણી દરમિયાન વાકયુદ્ધ, સંઘમાં જવા માટે ચૂંટણી થઇ હતી તો નાગરિક બેંક શુ ચીજ છે?
રાજકોટ નાગરિક બેંકના ડિરેકટરોની ચૂંટણીમાં આજે સંસ્કાર પેનલના સાત જેટલા ઉમેદવારો સામે સહકાર પેનલ દ્વારા સંઘ રજૂ કરાતા કલેકટર કચેરીમાં સામ સામી આક્ષેપબાજી સાથે મેણા ટોણા મારવામાં આવ્યા હતા. અને મર્દ-નામર્દ જેવા શબ્દોનો પણ ઉપયોગ થતા ભારે ચર્ચા જાગી છે.
રાજકોટ નાગરિક બેંકમાં ડિરેક્ટરોને ચૂંટણી યોજવા જઈ રહી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે બંને પેનલલોએ ફોર્મ ભર્યા બાદ ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફોર્મની ચકાસણી થયા બાદ સહકાર પેનલ અને સંસ્કાર પેનલના આજે આગેવાનો પણ ફોર્મ ચકાસણીમાં હાજરી આપી હતી અને સામસામે વાંધા અરજીઓ પણ રજુ કરવામાં આવી હતી.
બંને પેનલના આગેવાનો ફોર્મ ચકાસણી બાદ બહાર નીકળ્યા બાદ સામ સામે ટોણા બાજી પણ થઈ હતી. એક સમયે સંઘમાં જવા માટે પણ ચૂંટણી થઈ હતી તો આ તો નાગરિક બેંક શું છે? નાગપુર જવા માટે કોને ચૂંટણી કરાવે તે તમને ખબર છે? સહિતની આકરી ટીકાઓ પણ કરવામાં આવી હતી. મર્દ -નામર્દના ટોણા પણ ઉમેદવારોએ માર્યા હતા અને જણાવ્યું હતું કે અમારી પેનલમાં આવી જાવ, આવી પેનલમાં કંઈ કામ નથી તેવી પણ સામસામે ટોણા બાજી થઈ હતી
ગુજરાત
માનેલા ભાઇએ આઠ વર્ષના ભાણેજને ઘરમાં બોલાવી આચર્યુ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
45 વર્ષના વિકૃત શખ્સની ધરપકડ,ત્રણ દિવસમાં બીજી ઘટનાથી ચકચાર
શહેરમાં શેરીમાં રમતા નાના બાળકો પણ હવે અસલામત છે.નાના બાળકોને મોટા ભાગે પાડોશીઓ કે સોસાયટીના વિકૃત વ્યક્તિનો ભોગ બનતા હોવાની અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચુકી છે.તેમજ બે દિવસ પહેલા માનેલા ભાઈએ મહિલાના ઘરે પહોંચી સગીર ભાણેજ પર બબ્બે વાર દુષ્કર્મનો ભોગ બનાવી હોવાની ઘટના તાજી છે ત્યાં વધુ એક ઘટના સામે આવતા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા પરિવારના બાળક સાથે 45 વર્ષના વિકૃત પાડોશી શખ્સે શારીરિક અડપલા કરતા યુનીવર્સીટી પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,શહેરના યુનીવર્સીટી પોલીસ મથક વિસ્તારમાં આવેલી એક આવાસ યોજનાના ક્વાટરમાં રહેતા પરિવારે તેના પડોશમાં જ રહેતા 45 વર્ષના રાકેશ પ્રભુદાસ ગંગદેવ સામે યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેનો માસુમ પૂત્ર ઘર પાસે રમતો હતો ત્યારે પાડોશી ભાભાની નજર બાળક ઉપર પડી હતી અને જાણે મગજમાં હવસનો કીડો સળવળ્યો હોય તેમ બાળકને કોઇપણ પ્રકારની લાલચ આપી ઘરમાં બોલાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.આ ઘટનાથી બાળક ગભરાઈ જતા તે રડતા રડતા ઘરની બહાર નીકળી ગયું હતું અને આ અંગે પરિવારજનોએ તેમની ભાષામાં વાત કરતા મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધી આરોપી રાકેશ પ્રભુદાન ગંગદેવ(ઉ.45)ને પકડી લઇ કાર્યવાહી શરૂૂ કરાઇ છે.રાકેશ અપરિણીત અને એકલવાયું જીવન જીવે છે. અહીં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે ભોગ બનનાાર સગીર બાળકના માતાએ પાડોશી રાકેશને ધર્મનો ભાઈ બનાવ્યો હતો.
બળાત્કાર, છેડતીના બનાવોને રોકવા અને નાના બાળકો આ ગુન્હાઓથી બચી શકે તેવા હેતુંથી રાજકોટ શહેર પોલીસની શી ટિમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યો છે.જેમાં ટીમ દ્વારા શાળા-કોલેજો સહિત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાં જઈ પોસ્કો એકટ અંગેની માહિતી આપવામાં આવે છે.જેથી કરી વિદ્યાર્થીઓ ગુન્હાઓ અંગે જાગૃત જઈ શકે અને ભવિષ્યમાં ગુન્હાઓ ઓછા થઈ શકે.
-
ગુજરાત2 days ago
જૂની પેંશન યોજનાને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, 2005 પહેલાંના કર્મીઓને મળશે જૂની પેન્શનનો લાભ
-
રાષ્ટ્રીય2 days ago
શેરબજાર ધબાય નમઃ, ફરી રોકાણકારોના પૈસાનો ધુમાડો, સેન્સેક્સ 300 અંક તૂટયો
-
ગુજરાત2 days ago
મોરબી સબ જેલમાંથી 40 ફાકી પકડાઇ, જેલરની રાજકોટ જેલમાં બદલી
-
ગુજરાત2 days ago
જંગલેશ્ર્વરના દબાણકારોને સાંભળી 3 સપ્તાહમાં જવાબ આપવા HCનો હુકમ
-
ગુજરાત2 days ago
મુખ્ય માર્ગો પરથી વધુ 371 રેંકડી-કેબિન, બોર્ડ-બેનર, પાથરણાં જપ્ત
-
ગુજરાત2 days ago
ગુલાબવિહાર સોસાયટીમાં બિમારીથી કંટાળી નેપાળી યુવાનનો આપઘાત
-
ક્રાઇમ2 days ago
તહેવારમાં રાજસ્થાન ફરવા ગયેલા દેવનગરના પરિવારના મકાનમાંથી 1.13 લાખની ચોરી
-
ગુજરાત16 hours ago
યુનિ.રોડ ગંગોત્રી પાર્કમાં આંગડિયા પેઢીના માલિકની પત્નીનો ગળેફાંસો ખાઇ આપઘાત