જામનગરમાં વીજચોરીના કેસમાં આરોપીને રૂા.1.16 કરોડનો દંડ ફટકારતી કોર્ટ

જામનગર માં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન સ્થળે વીજ કંપની ના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવા માં આવ્યો હતો.…

જામનગર માં ત્રણ વર્ષ પહેલા ક્રિકેટ ટુર્નામેન સ્થળે વીજ કંપની ના અધિકારી દ્વારા ચેકીંગ કરવામાં આવતા પાવરચોરી થતી હોવાનું જણાતા કેસ કરવા માં આવ્યો હતો. આ કેસ માં સ્પે.કોર્ટ ના જજ દ્વારા આરોપી ને પાવરચોરી ની રકમ કરતા ત્રણ ગણો એટલેકે રૂૂ.1 કરોડ 16 લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. ગત તા. 13/04/2023 ના વીજ કંપની ના ચેકીંગ અધિકારી ડી. જી. સોનગરા અને તેના સ્ટાફ ધ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડી મરીન પો. સ્ટે. ના વિન્ડમીલ ના કાર્યાલય પાછળ ના મેદાનમાં રમાદાન કરીમ રમઝાન સ્પે. ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હતી.

તેમાં આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલ ની હાજરી માં વીજકનેકશન ચેક કરતાં તેઓ ગ્રાહક ન હોવા છતાં કોમર્શિયલ હેતુસર ડાયરેકટ વીજ વપરાશ મેળવી અને ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડતા બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયા હતા . જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર-4 તૈયાર કરવામાં આવ્યું હતું. અને ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર પોતાના મોબાઈલ માંથી ફોટોગ્રાફ પણ લેવામાં આવ્યા હતા.

ત્યાર પછી ફરીયાદી સંદિપ ધીરજલાલ પરમાર કે જેઓ પટેલ કોલોની સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલ વિરૂૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂૂા. 38,72,252 અને 93 પૈસા ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ ની કલમ-135 મુજબની ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ – 8 સાક્ષી અને 17 – દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા. અને સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરી માં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે. સ્થળ ઉપર ની ફોટોગ્રાફી રેકર્ડ પર છે. અને હાલ ગુજરાત માં પાવરચોરી ના કેસ વધતા જાય છે. જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલ ની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ ધ્વારા આરોપી સુલેમાન ઉમર ઈબ્રાહીમ દલ ને રૂૂા. 1.16 કરોડ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે. અને જો આરોપી ધ્વારા 30 દિવસ માં દંડ ની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષ ની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *