અકસ્માત મૃત્યુના કેસમાં રૂા.78 લાખનું વળતર મંજૂર કરતી કોર્ટ

રાજકોટમાં ભદ્ર વિસ્તાર શ્રી સોસાયટીમાં બે દ્વિચક્ર વાહનોના અકસ્માતમાં મહિલા વાહનચાલકનું મૃત્યુ થયા અંગેના અઢી વર્ષ પહેલાંના ક્લેઈમ કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા સમાવાળા વાહન ચાલકે વાહનનો…

રાજકોટમાં ભદ્ર વિસ્તાર શ્રી સોસાયટીમાં બે દ્વિચક્ર વાહનોના અકસ્માતમાં મહિલા વાહનચાલકનું મૃત્યુ થયા અંગેના અઢી વર્ષ પહેલાંના ક્લેઈમ કેસમાં ટ્રિબ્યુનલ દ્વારા સમાવાળા વાહન ચાલકે વાહનનો થર્ડ પાર્ટી વીમો લીધો ન હોવાથી જવાબદારી સામાવાળા વાહન ચાલકની ઠેરવી વ્યાજ સહિત ₹ 78 લાખ વળતર વસૂલવાનો હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, તા. 30/ 10/ 2023ના રોજ એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ શ્રી સોસાયટી શેરી નં. 2 પાસે બે દ્વીચક્ર વાહનો વચ્ચેના અકસ્માતમાં મો.સા નં. જીજે. 03.કે.ક્યૂ. 2828ના ચાલક
પાયલબેન પરિનભાઇ જનાણીને ગંભીર ઈજા થતા તેમનું મૃત્યુ થયું હતું.

આ અંગે સામાવાળા મો.સા. નં. જીજે. 03.ડી.એમ. 8778ના ચાલકે બેદરકારી પૂર્વક પૂરઝડપે પોતાનું વાહન ચલાવી અને ગુજરનારને વાહન સહિત પાછળથી હડફેટે લઈને આ ગંભીર પ્રકારનો અકસ્માત સર્જી મૃત્યુ નીપજાવ્યાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ અકસ્માતમાં મૃત્યુ પામેલ પાયલબેનના વારસો દ્વારા રાજકોટ ક્લેઇમ ટ્રિબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા પોતાના વકીલ રાજેશ આર.મહેતા તથા રુદ્ર એ. ભટ્ટ મારફત ક્લેઇમ કેસ દાખલ કરેલ હતો.

જે કેસ ચાલતા અરજદાર પક્ષે વિવિધ્ધ પુરાવાઓ રજૂ કરેલ અને અરજદારની જુબાની લીધેલ તથા સામાવાળા વાહન માલિક અરજદારના પુરાવાને ખંડન કરતો પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ અને પોતાના પક્ષે કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ ગયેલ હતા, તે ઉપરાંત અરજદાર પક્ષે થયેલ રજૂઆતો મુજબ વાહનના માલિક દ્વારા થર્ડ પાર્ટી વીમો જે ફરજિયાત હોય છે તે પણ લેવામાં આવેલ ન હતો, જેથી અરજદાર પક્ષે થયેલ દલીલો તથા રજૂ રાખેલ ઉચ્ચ તથા સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદાઓને ધ્યાને લઈ અને રાજકોટ ક્લેઇમ ટ્રિબ્યુનલના નામ. વી.કે.ભટ્ટ દ્વારા 9% વ્યાજ લેખે વ્યાજ સહિત રકમ રૂૂ. 78 લાખથી વધુનું જંગી વળતર મંજૂર કરવામાં આવ્યું હતું. આ સંપુર્ણ વળતર ચૂકવવાની જવાબદારી સામાવાળા વાહન માલિકની ઠેરવી હતી. આ કેસમાં ગુજરનારના વારસો વતી સિનિયર એડવોકેટ રાજેશ આર. મહેતા, રુદ્ર એ. ભટ્ટ, સારંગ ભટ્ટી રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *