નહેરૂનગરમાં કરિયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટએટેકની મોત

રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાની ઘટના સામે આવી છે.જેમાં નહેરુનગરના કારીયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં…

રાજકોટ શહેરમાં વધુ બે લોકોના હાર્ટ એટેકથી મોત નિપજયાની ઘટના સામે આવી છે.જેમાં નહેરુનગરના કારીયાણાના વેપારી અને રામનાથપરાના આધેડનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું.આ ઘટનામાં પોલીસે જરૂૂરી કાગળો કર્યા હતા.

વધુ વિગતો મુજબ, રાજકોટ શહેરના રૈયા રોડ પરથી નહેરુનગર રહેતા અયુબ હુસેનભાઇ 49 વર્ષના આધેડને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.તેઓ કરિયાણાના વેપારી હતા અને તેઓને સંતાનમાં બે દીકરા અને તેઓ ત્રણ ભાઈમાં નાના હતા.અન્ય બનાવમાં રામનાથપરામાં ભવાનીનગર-7માં રહેતા મુકેશ સુખાભાઈ ધામાં(ઉ.48) પોતાના ઘરે બેભાન થઈ જતા તેમને સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.મુકેશ બે ભાઈ બે બહેનમાં વચેટ છે.તેમને સંતાનમાં બે દીકરા છે.તેઓને હાર્ટ એટેક આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ પોપટપરા જેલમાં રહેલા કાચાકામના કેદી અમિત ભાવસિંગ ચૌહાણ(ઉ.51) ગઈકાલે રાત્રે જેલમાં હતો ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *