શહેરમાં કાયદેસરના વાલીપણામાંથી સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે અપહરણ અપહરણ કરવાના કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે. આ કેસની હકીકત મુજબ ફરીયાદી વર્ષ 2022માં રૈયા રોડ હનુમાન મઢી પાસે આવેલ હોસ્પીટલમાં પોતાની સગીર પિતરીને કામ પર સાથે લઈ ગયા હતા ત્યારે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં ફરીયાદીને ઓપરેશન રૂૂમમાં કામ સબબ જવાનું થતાં તેઓ ત્યાં ગયેલા અને ભોગ બનનાર સગીરા ગ્રાઉન્ડ ફોલર પર બેઠી હતી.
ફરીયદી અડધા કલાક બાદ કામ કરી પરત આવતા તેમની દીકરી કયાંય જવા મળેલ નહીં જેથી સીસીટીવી કેમેરા ચેક કરતાં પડોશમાં રહેતો બાબુ રામજી બારૈયા હોસ્પીટલનાં કાઉન્ટર પાસે આવેલ અને ફરીયાદીની દીકરીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
સગીરાનું અપહરણ કરવાના કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી કરી હતી. ચાર્જશીટ બાદ કેસ અદાલતમાં ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજૂઆતો બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને રજૂ રાખેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ જે. તેરૈયા, જીતેન્દ્ર જી. કુબાવત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કરણસિંહ ચાવડા, ધારેશ દોશી, સાગર ભોણીયા અને આસીસટન્ટ તરીકે સતીષ લુણશીયા રોકાયા હતા.
