વ્યાજખોરોના ત્રાસથી દંપતીનો ગળેફાંસો ખાઈ આપઘાત, 4 લાખના 8 લાખ ચૂકવવા દબાણનો આક્ષેપ

  રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી એક દંપતિએ કારખાનામાં ળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રમેશ ચાવડા અને…

 

રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી એક દંપતિએ કારખાનામાં ળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. રમેશ ચાવડા અને તેના પત્ની ભારતી ચાવડાએ ગળેફાંસો ખાતા બંનેના મોત નિપજ્યા છે.

પ્રાથમિક માહિતી મુજબ, દંપતીએ ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે વ્યાજ સહિત આઠ લાખ રૂપિયા ચૂકવવા દબાણ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલ ભક્તિનગર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દંપતીએ 4 લાખ રૂપિયા વ્યાજે લીધાં હતા જેનું વ્યાજ સહિત 8 લાખ રકમ ચૂકવવા દબાણ હતું. જ્યારે વ્યાજ લીધા ત્યારે રોજનું 42 હજાર વ્યાજ ચૂકવતા હતા, વ્યાજ વધીને 8 લાખ રૂપિયા થઈ ગયા હતા. ત્યારબાદ 8 લાખના રોજના રૂપિયા 70 હજાર ચૂકવવાના હતા, રોજ આટલી મોટી ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી દંપતીએ આપઘાત કર્યો હતો.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *