પ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયું

ગાંધીગ્રામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બે મહિલા સહિત ત્રણની પૂછપરછ રાજકોટ શહેરમા દીવાળીનાં તહેવારોમા ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી . આ ઘટનાઓમાથી…

ગાંધીગ્રામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બે મહિલા સહિત ત્રણની પૂછપરછ

રાજકોટ શહેરમા દીવાળીનાં તહેવારોમા ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી . આ ઘટનાઓમાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલી પ્રકાશ સોસાયટીમા આવેલા ગોકુલ મકાનમાથી ઇલેકટ્રીક વાયર, દરવાજાનાં હેન્ડલ , દરવાજાનાં લોક અને બાથરુમની એસેસરીઝ સહીત રૂ. 1.60 લાખનો મુદામાલ કોઇ અજાણ્યો તસ્કર ચોરી કરી ગયાની ફરીયાદ તા. 23 નાં રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમા નોંધાઇ હતી.

આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયાની રાહબરીમા હેડ કોન્સ રવીભાઇ ગઢવી, રોહીતદાન ગઢવી અને શબીરખાન મલેક સહીતનાં સ્ટાફે બાતમીને આધારે ચુનારાવાડ ચોક પાસે કુબલીયાપરા શેરી નં પ મા રહેતા વીજય રાયધન સોલંકી અને તેમની પત્ની લક્ષ્મી વિજયભાઇ સોલંકી તેમજ તેની સાથે રહેલી અન્ય એક મહીલા ભારતીબેન ધર્મેશભાઇ સોલંકીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી પ્લમ્બીંગનો સામાન , કોપર વાયર સહીત 44 હજારનો મુદામાલ જપ્ત કરવામા આવ્યો હતો.

ચોરીમા ઝડપાયેલા વિજય સામે અગાઉ મારામારી અને અકસ્માત તેમજ તેની પત્ની લક્ષ્મી સામે ઘરફોડ ચોરી સહીત 4 ગુના અને ભારતી વિરુધ્ધ એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો છે . આ કામગીરીમા ગાંધીગ્રામ પોલીસ મથકનાં પીઆઇ એસ આર મેઘાણીની રાહબરીમા પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયા, રવીભાઇ ગઢવી , રોહીતદાન ગઢવી, શબીર મલેક, ગીતાબેન પરમાર , રઘુવીરસિંહ જાડેજા , ભરતભાઇ મકવાણા , ભવદીપસિંહ ગોહીલ અને જયદેવસિંહ પરમાર સહીતનાં જોડાયેલા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *