જામનગર શહેરની ઠેબા ચોકડી થી મહાપ્રભુજીની બેઠક તરફ એક શખ્સ મોટરકારમાં દારૂૂના જથ્થા સાથે પસાર થનાર હોવાની સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી.
આ દરમ્યાન દરમ્યાન સિટી એ ડિવિઝનની સર્વલન્સ ટીમએ જી.જે.06.ઇ.કયુ.2315 નંબરની વ્હાઇટ વેગેનઆર કારને આંતરીને તલાશી લેતાં કાર ના ચોરખાનામાંથી પોલીસે રૂૂા.56,400ની કિંમતની ઇંગ્લીશ દારૂૂની 108 બોટલ અને રૂૂા.10 હજારની કિંમત ના ત્રણ મોબાઇલ ફોન મળીને કુલ કિંમત રૂૂા.30,000 અને રૂૂપિયા 05 લાખની કિંમતની મારૂૂતિ સુઝુકી કંપનીની વેગેનઆર કાર સાથે વિનોદ નાનજીભાઇ દામા (ઉ.વ.38, રહે.ડો. કટારીયાના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.59, જામનગર) અને પ્રિયાબેન વિનોદ દામા (ઉ.વ.37, રહે.ડો. કટારીયા ના દવાખાના નજીક, દિગ્વિજય પ્લોટ.59, જામનગર) નામના દંપતીને દબોચી લઇ કુલ રૂૂા.05,86,400 નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ કામગીરી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ વિપુલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમના વિજયભાઇ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે કરવામાં આવી હતી.
