ધ્રાંગધ્રામાં દંપતી પર પાઇપ-ધારિયાથી હુમલો, દાગીના સહિત એક લાખની લૂંટ

ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન…

ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લુખ્ખા તત્વોનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને પાઉંભાજીની રેકડી ચલાવી ગુજરાન ચલાવતા મૂળ રાજસ્થાની દંપત્તી પર 4 શખસે અગાઉના મનદુ:ખને રાખી ઘાતક હથિયારો સાથે હુમલો કરી મહિલાનું મંગળસૂત્ર અને રોકડ રકમની લૂંટ ચલાવી રેકડીમાં તોડફોડ કરી નાસી છૂટ્યા હતા.

ધ્રાંગધ્રા શહેરમા લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. કાયદો વ્યવસ્થા તંત્ર જોવુ કાઈ રહ્યુ નથી. ખંડણી, મારામારી, દારૂૂના હાટડીના બનાવ વધ્યા છે. ત્યારે ધ્રાંગધ્રા શહેરના નરશીપરા વિસ્તારમાં રહેતા અને મૂળ રાજસ્થાની દંપત્તી મદનલાલ જાટ અને તેમના પત્ની ઘરે હાજર હતા.

અગાઉના મનદુ:ખને કારણે સંજય ચૌહાણ, છત્રપાલ ઉર્ફે સતુભા, કેતન ઉર્ફે નકો નવીન મકવાણા અને અંકિત રાવળ સહિત 4 શખસે હાથમાં ધારિયા અને લોખંડના પાઇપ જેવા હથિયારો લઈને ત્યાં આવ્યા અને બોલાચાલી કરી ચારે શખસે મદનલાલ જાટ પર ધારિયા વડે હુમલો કર્યો હતો.

જેના કારણે તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. પતિને બચાવવા વચ્ચે પડતા તેમના પત્ની પર પણ ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મહિલાનું સોનાનું મંગળસૂત્ર આંચકી લીધું અને પાઉંભાજીની રેકડીમાં પડેલા રોકડ રૂૂપિયા સહિત કુલ 1 લાખ રૂૂપિયાની મત્તા લૂંટી લીધી હતી.

લૂંટ અને તોડફોડ કર્યા બાદ ચારેય શખસ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત દંપત્તીને તાત્કાલિક ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે તેમને સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્ત મદનલાલ જાટ પાસે ફરિયાદ નોંધી ચારેય શખસ વિરુદ્ધ હુમલ ગુનો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *