ભાવનગરમાં દેશી દારૂની ફેક્ટરી પકડાઇ, પાંચ પોલીસ કર્મચારીની બદલી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ…

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના અનેક ગામડાઓમા દેશીદારૂૂ બનાવવ માટે ની નાની મોટી ભઠીઓચાલી રહી છે.તેમાંય સૌથીવધુ દેશીદારૂૂ અલંગ સોસિયા શિપ બ્રેકીંગ યાર્ડમાં અગિયારેક અડ્ડાઓમા ખુલ્લેઆમ વેચાતો અને પીવાતો હતો.જેના અનેક વખત ફોટાઓ અને વિડિઓ વાયરલ થયેલા છે.તેમ છતાંય અહીં આસપાસ ના ગામડાઓમા ભઠ્ઠીઓ ધમધમતી રહેતી હતી.જેને લઈ આજે સ્થાનિક પોલીસ નીચેરેલો આવે તેવી મોટી રેડ સ્ટેટ મોનીટરીંગ સેલેકરી ને સફળતા મેળવી છે.જેને લઈ મહુવા વિભાગીય પોલીસ મથકોમા ચકચાર મચી ગઈ હતી. ગણતરીની કલાકોમાં જ જિલ્લા પોલીસ વડા એ અલંગ પો.સ્ટે ના પાંચ પોલીસ કર્મીઓની બદલી કરીને હેડ ક્વાર્ટરમા મૂકી દીધા છે.અલંગ પોલીસ મથક નીચે ચાલતા દેશીદારૂૂ ના કારખાના અને વેચાણ ને લઈ સ્થાનિક મહિલાઓ દારૂૂ નું દુષણ દૂર કરવા આવેદનપત્ર આપ્યું હોવા છતાંય પોલીસ આ દુષણ દૂર ન કરાવી શકતા આખરે મામલો સ્ટેટ મોનીટરીંગ સેલ સુધી પહોંચ્યો હતો. સેલના પો.સ.ઇ એ. વી. પટેલ એ સ્ટાફના માણસો ને સાથે રાખીઆજે બપોરે માંડવા ના રવીન્દ્રસિંહ ઉર્ફે બંદુબાપુ વજુભા ગોહિલની વાડીમા રેડ કરી હતી.

રેડને લઈ એસ.એમ.સી ના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા એ અલંગ પોલીસ મા નોધાવેલ ફરિયાદમા પોલીસ ને દેશીદારૂૂ 1470 લીટર કી. રૂૂ.2,94000/-દેશીદારૂૂ ગાળવા માટે નો વોશ 3500 લીટર કી. રૂૂ.87500/-ખાદ્યગોળ ના ડબ્બા 3975 કિલો કી. રૂૂ.39750/-સહિતનો મુદામાલ મળીકુલ રૂૂ.4,32,050/- કબ્જે કરી પાંચ ઈસમો નીતિન જયંતિ પરમાર,નાનું મના પરમાર,પ્રદીપસિંહ જગદીશસિંહ ગોહિલ,દિપક અને રવિન્દ્રસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.જેમાં નીતિન અને નાનું ની અટકાયત કરી અલંગ પોલીસ ને સોંપવામાં આવેલ છે.

પો.ઇ.આર.ડી.ચાવડા ને તપાસ સોંપવામાં આવેલ છે.એસ.એમ.સી ની સફળ રેડને લઈ તળાજા અલંગ મહુવા પોલીસ મથકોમાં ખળભળાટ મચી ગયો હતો.અલંગ પો.સ્ટે ના પાંચ પોલીસ કર્મીઓ ની જિલ્લા પોલીસ વડા ડો.હર્ષદ પટેલ એ તાત્કાલિક ધોરણે બદલી હેડક્વાર્ટર મા કરી છે.જેમાં હકમ કરવામાં આવ્યો છેકે છુટા કરી,બદલી સ્થળે હાજર કરી રિપોર્ટ કરવો.

આ પાંચ પોલીસ કર્મીની ઓન ધ સ્પોટ બદલી
ઇન્દ્રજીતસિંહ ભૂપતસિંહ, જગાભાઈ, પ્રેમજીભાઈ, સુરેન્દ્રસિંહ રામદેવસિંહ, દિગ્વિજયસિંહ રઘુવીરસિંહ, ઋષિરાજસિંહ ઘનશ્યામસિંહની બદલી કરવામાં આવી છે. આ પાંચેય પોલીસ કોન્સ્ટેબલ છે. બીટ જમાદાર કે અન્ય ની બદલી થઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *