વન ડે વર્લ્ડ કપ પહેલાં વિવાદ, ICCના નવા ફોર્મેટ પર બે ટીમોના સવાલ

14 ટીમો રમાડવાના નિર્ણયથી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સમસ્યા, સુપર સિરીઝ રમાડવા સામે પણ નારાજગી ક્રિકેટ ચાહકો 2027 ના વનડે વર્લ્ડ કપની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.…

14 ટીમો રમાડવાના નિર્ણયથી ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સમસ્યા, સુપર સિરીઝ રમાડવા સામે પણ નારાજગી

ક્રિકેટ ચાહકો 2027 ના વનડે વર્લ્ડ કપની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મહાકુંભ શરૂૂ થવાને હવે માંડ 18 મહિના જેટલો સમય બાકી છે, પરંતુ તે પહેલાં જ એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જે નવું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે, તેનાથી કેટલીક ટીમો બિલકુલ ખુશ નથી. ખાસ કરીને સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ જેવી ટીમોએ આ ફોર્મેટ સામે ભારે નારાજગી વ્યક્ત કરીને સવાલો ઉઠાવ્યા છે અને તેમને હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ પણ મળ્યો નથી.

આવતા વર્ષે યોજાનાર વનડે વર્લ્ડ કપના ફોર્મેટમાં આઇસીસી એ મોટા ફેરફારો કર્યા છે. અગાઉ વર્લ્ડ કપમાં 10 ટીમો રમતી હતી, પરંતુ હવે કુલ 14 ટીમો આ મેગા ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આ નિર્ણય આમ તો સારો લાગે છે, પરંતુ અસલી સમસ્યા ક્વોલિફાઇંગ રાઉન્ડમાં છે. નવા નિયમો મુજબ, નાની ટીમો (એસોસિએટ રાષ્ટ્રો) ને વર્લ્ડ કપની મુખ્ય મેચો સુધી પહોંચવા માટે અનેક મુશ્કેલ રાઉન્ડમાંથી પસાર થવું પડશે. આ લાંબી પ્રક્રિયાએ નાની ટીમો માટે વર્લ્ડ કપ રમવાનું સપનું વધુ કપરું બનાવી દીધું છે.

’ક્રિકબઝ’ ના એક અહેવાલ મુજબ, આ નવા ફેરફારોને લઈને સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સે અન્ય કેટલીક ટીમો સાથે મળીને આઇસીસી સાથે બે વખત મહત્વની બેઠક કરી છે. આ બેઠકોમાં તેમણે નવી ક્વોલિફાઇંગ પ્રક્રિયા અંગે સ્પષ્ટતા માંગી હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે બે અઠવાડિયા વીતી જવા છતાં આઇસીસી તરફથી તેમને કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. બંને દેશોના ક્રિકેટ બોર્ડ્સ આ વલણને ખૂબ જ નિરાશાજનક ગણાવી રહ્યા છે.

આ નવા ફોર્મેટમાં 14 ટીમો ફાઇનલ થાય તે પહેલાં એક ’સુપર સિરીઝ’ રમાડવામાં આવશે. આ સિરીઝમાં રેન્કિંગમાં 12, 13 અને 14 મા ક્રમે રહેલી ટીમો એકબીજા સામે ટકરાશે. આ ત્રણમાંથી જે ટીમ પ્રથમ સ્થાને રહેશે તે જ આગળ વધશે, જ્યારે બાકીની બે ટીમો સીધી જ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે. સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સનું સ્પષ્ટ માનવું છે કે આવી કઠિન સિસ્ટમથી એસોસિએટ રાષ્ટ્રોના વર્લ્ડ કપ સુધી પહોંચવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય છે.

સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સની ટીમોએ 2027 વર્લ્ડ કપ ક્વોલિફાયર માટે તો પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, પરંતુ આ ક્વોલિફાયર મેચો ક્યાં રમાશે તે અંગે હજુ કોઈ જ સ્પષ્ટતા નથી. વર્લ્ડ કપને હવે માત્ર 18 મહિનાનો સમય બાકી છે, ત્યારે બંને બોર્ડનું કહેવું છે કે સિઝનની આટલી શરૂૂઆતમાં નિયમોમાં આવા મોટા ફેરફારો કરવા એ નાની ટીમો સાથે અન્યાય છે. તેનાથી ખેલાડીઓની તૈયારીઓમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે.

 

5 ICC ટ્રોફી જીતનાર વેસ્ટઇન્ડિઝ વર્લ્ડ કપમાં કવોલિફાય થવામાં નિષ્ફળ
વખતની વનડે વર્લ્ડ કપ ચેમ્પિયન, 2 વખતની ટી20 વર્લ્ડકપ ચેમ્પિયન અને 1 વખત ચેમ્પિયન ટ્રોફી જીતનારી વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કુલ 5 આઈસીસી ટ્રોફી પોતાને નામ કરનારી વેસ્ટઈન્ડિઝની ટીમને સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની મેજબાનીમાં થનારા 2027 વનડે વર્લ્ડકપ માટે સીધું ક્વોલિફિકેશનની ટિકિટ મળી નથી. આ સતત બીજી તક હતી. જ્યારે વેસ્ટઈન્ડિઝ સીધું ક્વોલિફિકેશનથી ચૂકી હતી. ICCના નિયમો અનુસાર, 30 સપ્ટેમ્બરની કટ-ઓફ તારીખ સુધીમાં ICC ODI રેન્કિંગમાં ટોચના આઠમાં સ્થાન મેળવનારી ટીમોને વર્લ્ડ કપમાં સીધો પ્રવેશ મળતો હતો. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનો સમાવેશ કરવામાં આવ્યો નથી, કારણ કે તેઓએ યજમાન ટીમના પ્રવાસ દરમિયાન પહેલાથી જ પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું હતું. હવે, આયર્લેન્ડ પર શાનદાર વિજય સાથે, અફઘાનિસ્તાને પોતાનું સ્થાન સુરક્ષિત કરી લીધું છે. અફઘાનિસ્તાન હવે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, બાંગ્લાદેશ, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સાથે મુખ્ય ટુર્નામેન્ટ માટે સીધી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. આઈસીસી વનડે રેકિંગમાં 10માં સ્થાન પર રહેલી વેસ્ટઈન્ડિઝ પાસે કટ ઓફ તારીખ પહેલા ભારત વિરુદ્ધ 2 વનડે મેચ રમવાની તક હતી. પરંતુ કેરેબિયાઈ ટીમ આ બંને મેચ જીતી પણ લે છે. તો પણ તેની રેકિંગ ટોપ 8માં આવવા માટે પુરતી નથી. તેનો મતલબ એ છે કે, વેસ્ટઈન્ડિઝને 2027ના વર્લ્ડકપમાં સ્થાન મેળવવા માટે આવતા વર્ષે ફ્રેબુઆરીમાં આયોજિત થનારા વર્લ્ડકપ ક્વોલિફાયરના મુશ્કેલ રાઉન્ડમાંથી પસાર થવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *