જામજોધપુરના મોટી ગોપમાં પરિણીત યુવતીએ ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતાં ચકચાર

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર…

જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતી એક પરણીત યુવતીએ પોતાના મનમાં મરી જવાના વિચાર આવતા હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ તા.11/04/2026 ના રોજ સાંજે આશરે 6.00 વાગ્યાના સમયે મોટી ગોપ ગામની ગરાસ સીમ ખાતે બનાવ બન્યો હતો.

આ અંગે ગોપ આઉટ પોસ્ટ મારફતે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં સ્મિતાબેન સંજયભાઈ કનારા (ઉ.વ.27), રહે. મોટી ગોપ ગામ, ગામની પરણીત મહિલા, કે જેને છેલ્લા કેટલાક સમયથી સતત મરી જવાના ખોટા વિચારો આવતા હતા, અને તેણીનું ક્યાંય મન લાગતું ન હતું, અને બેચેન રહેતા હતા.

જેનાથી કંટાળી પોતાના હાથે જંતુનાશક ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે સોનવડીયા ગામમાં રહેતા ટપુભાઈ વિનુભાઈ વસરા એ પોલીસને જાણ કરતા જામજોધપુરના મહિલા પીએસઆઇ એમ.એલ. ઓડેદરા સમગ્ર બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *