વિરનગર ગામે નદીમાંથી મળેલ મૃતદેહ મુદ્દે ઇન્કવાયરી રદ કરતી જસદણ કોર્ટ

ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ…

ગુજરાત રાજ્યના પોરબંદર શહેરમાં આવેલ જલારામ ટ્રસ્ટ દ્વારા ઘણા સમયથી લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે. તેમાં રાજકોટ જિલ્લાના જસદશ શહેરના વિરનગરમાં આવેલ શિવાનંદ મિશન આંખની હોસ્પીટલ આંખોની સારવાર કરવામાં આવે છે. આ હોસ્પીટલમાં જલારામ ટ્રસ્ટ ઘણા બધા આંખોની સારવારના દર્દીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને પોરબંદર તેમજ આસપાસના ગામડાના લોકો આંખની સારવાર અર્થ વિરનગર શિવાનંદ મિશન આંખની હોસ્પીટલ આવેલ આમ આ આંખના દર્દીઓ સાથે પોરબંદરના દેવજીભાઈ ગોવિંદભાઈ ભરાડા પણ આવેલ.

આમ નિત્યક્રમ મુજબ સારવાર પુર્ણ થયા બાદ પોરબંદર પરત આવેલા તમામ દર્દીઓ પરત ફરેલ પરંતુ દેવજીભાઈ ગોવિંદભાઈ ભરાડા પોતાના ઘરે પરત ફરેલ નહીં. જેથી દેવજીભાઈ ભરાડાના પરિચિત સદસ્યો તેમજ તેમના બનેવી જેન્તીભાઈ ગોવિંદભાઈ કોટીયા દ્વારા તપાસ કરવામાં આવેલ ત્યારે શિવાનંદ મિશન આંખની હોસ્પીટલ દ્વારા તેઓને જણાવવામાં આવેલ કે ઓપરેશન બાદ તેઓ જતા રહેલ છે. ત્યારબાદ તેઓના બનેવી જેન્તીભાઈ ગોવિંદભાઈ ભરાડા દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુમશુદાનો રીપોર્ટ કરાવેલ ત્યારબાદ દેવજીભાઈ ગોવિંદભાઈ ભરાડાનો મૃતદેહ તા.02/05/25 ના રોજ વિરનગર બસ્ટેશન પાછળ આવેલ નદીના વોકળા માંથી દેવજીભાઈ ગોવિંદભાઈ ભરાડાનો મૃતદેહ મળી આવેલ. ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી પી.એમ. કરી રાજકોટ ફોરેન્સીક પી.એમ કરી મૃતદેહ રસીલાબેન જેન્તીભાઈ કોટિયાને સોંપવામાં આવેલ.

આમ, જેન્તીભાઈ ગોવિંદભાઈ કોટીયા દ્વારા કોર્ટમાં ક્રિમીનલ ઈન્કવારી દાખલ કરવામાં આવેલ તેઓએ જણાવેલ કે તેમના સાળા દેવનીભાઈ ગોવિંદભાઈ ભરાડાને જાણીબુજીને કોઈ અગમ્ય કૃત્ય બાદ તેઓનો મૃતદેહ ફેકી દીધેલ તેમજ શિવાનંદ આંખની હોસ્પીટલ વિરનગર અને જલારામ ટ્રસ્ટ પોરબંદરના ઓ સામે ગંભીર આક્ષેપો કરેલા.આમ આ કેસ જસદણની કોર્ટમાં ઈન્કવારી કેસ ચાલી જતા. જસદણ કોર્ટ દ્વારા ફરીયાદી તેમજ ના વિવિધ આધાર પુરાવાઓ તેમજ વિવિધ જજમેન્ટો સાથે ધારદાર દલીલો કરવામાં આવેલ તેમજ સામાવાળાપક્ષે વિવિધ આધાર પુરાવાઓ, પોલીસ દ્વારા કરેલ તપાસ તથા પી.એમ. રીપોર્ટ તથા ફોરેન્સીક સહિતની દલીલો અને ધ્યાને લઈ ઇન્કવાયરી રદ કરવાનો હુકમ જસદણ કોર્ટે કર્યો હતો આ કામના કેસમાં એડવોકેટ મહાવીરભાઈ બસીયા પિયુષભાઈ ખોખર રમેશભાઈ નાગાણી રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *