માતાના પાણીઢોળની વિધિમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રને હાર્ટએટેક ભરખી ગયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માતાના પાણીઢોળની વિધી માટે મંદિરમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રનું હાર્ટએટેકથી બેભાન થઇ ઢળી પડતા…

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માતાના પાણીઢોળની વિધી માટે મંદિરમાં બેઠેલા કોન્ટ્રાકટર પુત્રનું હાર્ટએટેકથી બેભાન થઇ ઢળી પડતા મોત નીપજ્યુ છે. આ બનાવથી પરિવારજનો શોકની લાગણી છવાઇ જવા પામી છે.

જાણવા મળતી વિગત મુજબ રૈયા રોડ પર આલાપગ્રીન સિટી પાછળ શાંતિનીકેત એવન્યુમાં રહેતા અશ્ર્વિનભાઇ દિનેશભાઇ તન્ના (ઉ.વ.49)નામના આધેડે આજે સવારે 10 વાગ્યે રૈયારોડ પર આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં હતા ત્યારે બેભાન થઇ જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મરણ ગયાનુ જાહેર કર્યુ હતુ. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં મૃતક અશ્ર્વિનભાઇ બે ભાઇ એક બહેનમાં વચેટ અને ક્ધટ્રક્સનનું કામ કરે છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. વધુ તપાસમાં તેમના માતા પુષ્પાબેન દિનેશભાઇ તન્ના (ઉ.વ.75)નું 10 દિવસ પહેલા બિમારી સબબ મૃત્યુ થયુ હોય માતાના પાણીઢોરની વિધી હોવાથી આજે અશ્ર્વિનભાઇ સોમનાથ મહાદેવ મંદિરમાં વિધી કરાવવા માટે બેઠા હતા. ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડતા તેમનુ મૃત્યુ થયુ હતું. આ બનાવથી લોહાણા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *