પ્રોપેન ગેસના સતત ભાવ વધારાથી મોરબી સિરામિક ઉદ્યોગને ભારે ફટકો

મોરબી સિરામિક ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઈરાન અને અમેરિકા યુદ્ધ માર્ચ મહિનાથી શરુ થયા બાદથી સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ મોંઘો થતા દોઢ…

મોરબી સિરામિક ઉદ્યોગ ડામાડોળ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઈરાન અને અમેરિકા યુદ્ધ માર્ચ મહિનાથી શરુ થયા બાદથી સિરામિક ઉદ્યોગમાં વપરાતો ગેસ મોંઘો થતા દોઢ મહિનો સિરામિક ઉદ્યોગ સંપૂર્ણ બંધ રહ્યો હતો અને ફરીથી શરુ કર્યા બાદ હજુ પણ ગેસના ભાવ, ક્ધટેનરના ભાવમાં વધારો અને ઘટતું એક્સપોર્ટ સહિતની સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા સિરામિક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે અને પ્રોપેન ગેસના ભાવમાં વધારો આવતા ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે.

પ્રોપેન ગેસના ભાવો અંગે સિરામિક એસો પૂર્વ પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે પ્રોપેન ગેસના ભાવમાં રૂૂ 6 નો વધારો કરવામાં આવ્યો છે ગત ઓગસ્ટ માસમાં 85 ભાવ હતો જે વધીને 91 રૂૂપિયાને પાર થઇ ગયો છે જેથી ઉધોગ પર 90 કરોડનું ભારણ વધ્યું છે એક્સપોર્ટમાં ભાડા વધારો થતા 70 ટકા એક્સપોર્ટ ડાઉન છે ડોમેસ્ટિક માર્કેટ પણ ડાઉન ચાલે છે યુદ્ધ બંધ નહિ થાય તો હજુ પણ પ્રોપેન ગેસના ભાવો વધશે અને નાછૂટકે પ્રોડક્ટ કોસ્ટ વધતા ભાવો વધારવા પડશે અથવા ફેક્ટરીને શટ ડાઉન લેવું પડશે નેચરલ ગેસનો ભાવ યુદ્ધ પહેલા 42-45 હતો જે વધીને રૂૂ 100 થઇ ગયો છે.

તેમજ સિરામિક એસો પૂર્વ પ્રમુખ કે જી કુંડારિયા જણાવે છે કે ઈરાન યુદ્ધ શરુ થયું ત્યારથી ભાવ વધારો ચાલે છે ઉપરથી ગેસ સપ્લાય અનિશ્ચિત જોવા મળી રહી છે નેચરલ ગેસનો ભાવ 42 હતો તે વધીને 100 પાર થઇ ગયો છે જે ઉદ્યોગકારોને કોઈ રીતે પોસાય તેમ નથી તેમજ ક્ધટેનર ભાડા જે 1000 ડોલર હતા તે 4000 ડોલર થઇ ગયા છે અગાઉ હોર્મુઝ સ્ટ્રેટમાં ટેન્શન હોવાથી ગલ્ફ દેશો પુરતી તકલીફ હતી હવે રેડ સીમાં પણ ટેન્શનને પગલે યુરોપ અને અમેરિકા જતા ક્ધટેનર પણ પ્રભાવિત થયા છે તેમજ ચીનમાં વાવાઝોડાને પગલે પોર્ટ બંધ હોવાથી રીટર્ન વેસલ ન મળવાથી પણ સ્થિતિ ડામાડોળ થઇ છે જેથી એક્સપોર્ટ પણ બંધ છે અને ઉપરથી ગેસના ભાવવધારાથી સ્થિતિ વણસી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *