રૂડાની ટાઉનશિપમાં 45 આવાસ ફાળવાયા બાદ દસ્તાવેજ કરવા લાભાર્થીઓ ફરક્યા નહીં

રૂડાના નવા ચેરમેન તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ તમામ વિભાગોની કામગીરી વધુ ઝડપી બનાવી છે અને રૂડા વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલા આવાસોની કામગીરીનો રિપોર્ટ…

રૂડાના નવા ચેરમેન તરીકે તુષાર સુમેરાએ ચાર્જ સંભાળતા જ તમામ વિભાગોની કામગીરી વધુ ઝડપી બનાવી છે અને રૂડા વિસ્તારમાં અગાઉ આપવામાં આવેલા આવાસોની કામગીરીનો રિપોર્ટ ચેક કરતા અનેક લાભાર્થીઓએ મુદત વિતિ જવા છતાં આજ સુધી દસ્તાવેજ બનાવેલ નથી. તેવું જણાતા તેમને મોટામૌવા આદર્શ અને હાઉસીંગ કોઓપરેટીવ સોસાયટીના 45 લાભાર્થીઓ કે જેઓએ દસ્તાવેજ બનાવેલ નથી તેમના આવાસ રદ કરવાના હુકમ કર્યા છે. અને સાથો સાથ લાભાર્થીઓએ સાત દિવસમાં વાંધાવચકા રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો છે.

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્રારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત LIG પ્રકારના ટી.પી.10 એફ.પી.32/એ, (મોટામવા), આદર્શ અને હાઉસિંગ કો-ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સરિતા વિહાર સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટમાં નીચે પ્રમાણેની યાદી મુજબ આવાસો આવાસ ધારકોને ફાળવેલ છે. જેમના દ્રારા રૂૂડાનાં આવાસનો દસ્તાવેજ/ભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય.

આ બાબતે લાભાર્થીશ્રીઓને રૂૂડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ છે. પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ/ભાડાકરાર કરાવેલ નથી. આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવામાં આવે છે.

રૂડાના 45 આવાસો રદ થયા છે જેમાં એ વીંગ 105, 1202, બીવીંગ 302, 404, 503, 601, 702, 801, 801, 906, 1004, 1203, 1204, સીવીંગમાં 001, 1102, 1106, 1403, ડી વીંગમાં 203, 601, 803, 1005, 1105, 1304, ઈવીંગમાં 505, 801, એફવીંગમાં 402, 506, 605, 902, 1104, 1202, 1205, 1403, જી વીંગમાં 102, 404, 505, 603, 1001, 1402, 1404, એચવીંગમાં 106, 902, 1004 અને આઈવીંગના 601, 1204 સહિત 45 આવાસ રદ કર્યા છ ે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *