ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા – 103 બેઠકના ધારાસભ્ય અને કોળી સમાજના હૃદયસમ્રાટ એવા પરષોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ની અચાનક તબિયત અચાનક વધુ નાજુક બનતાં તેમને મુંબઈ સ્થિત લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી તેઓની અમદાવાદ ની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા.
પણ તેમની તબિયતમાં વધુ સુધારો ન થતાં અને ડાયાબિટીસના કારણે તેમને પગમાં ગેંગરીન (પેશીઓ સુકાઈ જવાની/રસી થવાની ગંભીર સમસ્યા) ઇન્ફેક્શન (રસી)માં ગંભીરતા વધતા તેમને વધુ અને અદ્યતન સારવાર માટે મુંબઇની લીલાવતી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેઓ લીલાવતી હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેઓ આગામી 9 સપ્ટેમ્બરથી શરૂૂ થતા ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં તેમની ગેરહાજરી રહી શકે તેવી શક્યતા છે. સાથે તેમના હોસ્પિટલાઈઝેશન ના સમાચાર મળતા જ સમગ્ર ભાવનગર જિલ્લા સહિત ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો અને તેમના સમર્થકો તે ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
