ઇસ્લામ વિરૂધ્ધ નિવેદન આપનાર 7 લોકોની હત્યાના ષડયંત્રનો પર્દાફાશ

નવસારીથી ઝડપાયેલ આતંકી ફૈઝાનની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, જૈસ-એ-મહોમ્મદ અને અલકાયદાની વિચારધારાથી આતંકી બન્યો 29 પાનાનું સાહિત્ય અને નામોનું લિસ્ટ મળ્યા, દુનિયા જોતી રહે તે…

નવસારીથી ઝડપાયેલ આતંકી ફૈઝાનની રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા ખુલાસા, જૈસ-એ-મહોમ્મદ અને અલકાયદાની વિચારધારાથી આતંકી બન્યો

29 પાનાનું સાહિત્ય અને નામોનું લિસ્ટ મળ્યા, દુનિયા જોતી રહે તે રીતે મારવાનો ખોફનાક પ્લાન હતો

નવસારીથી પકડાયેલો જૈશ-એ-મહોમ્મદ અને અલકાયદા જેવા આતંકી સંગઠનની વિચારધારાથી આંતકવાદી બનેલા ફૈઝાનશેખની એટીએસે ધરપકડ કરી રીમાન્ડ ઉપર પૂછપરછ કરતા ચોંકાવછનારા ખુલાસા થયા છે. ફૈઝાને પયગંબર વિરૂધ્ધ નિવેદન કરનાર 7 લોકોની હત્યાનું કાવત્રું ધડ્યુ હોવાનુ સામે આવ્યુ છે. ફૈઝાનને હથિયાર આપનારની માહિતી મળેવવા એટીએસે વધુ તપાસ શરૂ કરી છે.

ફૈઝાનને હથિયાર કોણે આપ્યું તેની કોઇ માહિતી નહી અને અજાણ્યા વ્યક્તિએ હથિયાર આપ્યાનું આતંકી રટણ કરે છે. હથિયાર આપનાર વ્યક્તિને ઝડપવા ATS તપાસ કરી રહી છે, રિમાન્ડ દરમિયાન આતંકી ફૈઝાનની પૂછપરછ કરાઈ રહી છે, પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકત સામે આવી છે.

ફૈઝાન શેખે સ્ટેટમેન્ટ આપનાર 7 લોકોની યાદી બનાવી હતી અને તેમને મારવા માટેનો પ્લાન હતો, ઇસ્લામ, પયગંબર વિરુદ્ધ નિવેદન આપનારની યાદી બનાવી હતી અને સાત લોકોને મારવા માટે વિવાદાસ્પદ પોસ્ટ પણ કરી હતી, યાદીમાં અભિષેઠ ઠાકુર, દક્ષ ચૌધરી, યુધી રાણા, ગૌરવ રાજપૂત, ડો.પ્રકાશ, અક્કુ પંડિત, વિક્રાંતના નામ સામે આવ્યા છે, દુનિયા જોતી રહે તેવી રીતે મારવાનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ઉર્દૂ અને અરબી ભાષામાં 29 પાનાનું સાહિત્ય પણ મળ્યું છે.

ATS એ ફૈઝાનના ફોનની વિગતોની તપાસ શરૂૂ કરી છે અને સો.મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો તેને લઇ તપાસ શરૂૂ કરી છે, ATS એ ધરપકડ બાદ આતંકીને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે ફૈઝાન શેખના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, આરોપીએ મૂળ યૂપીના નામચીન લોકોનું લિસ્ટ બનાવ્યું હતું અને આતંકી કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરતો, જૈશ-એ-મોહમ્મદ, અલ-કાયદાની વિચારધારાથી આતંકી બન્યો હતા અને ગેરકાયદે હથિયારો,વિસ્ફોટક, દારૂૂગોળાનો જથ્થો મળ્યો હતો.

આતંકવાદી ષડયંત્ર કેસમાં નવસારીમાં દરજી કામ કરતા અને મૂળ યુપીના રહેવાસી ફૈઝાન શેખની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદાના આતંકવાદી જૂથોની વિચારધારાઓથી કટ્ટરપંથી બન્યા પછી આતંકી ફૈઝાને ગેરકાયદેસર રીતે હથિયારો મેળવ્યા હતા. દિલ્હીના 6 લોકોની હત્યાનો પ્લાન બનાવનારા આ યુવક પાસેથી રિવોલ્વર,દ કારતુસ, ઉર્દુ ભાષામાં ઉશ્કેરણી કરતું લખાણવાળું 29 પાનાનું સાહીત્ય મળી આવ્યું છે. આરોપી આતંકી અબુ બકરના સંપર્કમાં રહીને મોટા જેહાદી હુમલાની તૈયારીઓ કરતો હતો. આ સાથે આતંકીઓની ભારતથી કાશ્મીરને અલગ કરવાની યોજનામાં આરોપીઓ સામેલ હતો.

ગુજરાત એટીએસએ બાતમી આધારે નવસારીની અકશા મસ્જીદ પાછળ આવેલા ઝારાવાડમાં ઓપરેશન કર્યું હતું. લગ્નની સીઝન હોવાથી ઉત્તરપ્રદેશના કેટલાક કારીગરો દરજીકામ માટે નવસારીમાં આવ્યા હતા. આ કારીગરોમાં ફૈઝાન સલમીન પર સામેલ હોવાની વિગતો પોલીસને મળી હતી. તે મોબાઈલ પર શંકાસ્પદ અને જેહાદી વીડિયો જોતો હોવાની અને આતંકી હુમલાની તૈયારી કરતો હોવાની વિગતો મળી હતી. ફૈઝાન સલમાનીના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી કેટલાક જૈહાદી વીડિયો મળ્યા તેમજ કેટલાક લોકોના નામ સાથેની યાદી મળી હતી. આ યાદીની ઉપર દિલ્હીમાં રહેલાં લોકોની વાતો હતી. આ તમામ લોકોને મારી નાંખવાની વાત યાદીમાં લખી હતી.

ફૈઝાન નવસારીમાં ત્રણ ચાર મહીના દરજી કામ કરવા માટે અન્ય કારીગરો સાથે આવતો હતો. મહીને રૂૂ.60 હજાર કમાતો ફૈઝાન અરબી વીડિયો જોતો હતો. વીડિયોના અવાજ પરથી કેટલાક કારીગરોને જાણ થઈ કે ફૈઝાન અરબી વીડિયો જોઈ રહ્યો છે. જ્યારે કોઈ તેની નજીક જાય ત્યારે તે વીડિયો બંધ કરી દેતો હતો. આતંકી ફૈઝાનની ધરપકડ બાદ તેના દ્વારા અબુ બકર સાથે થતી ચેટ તેમજ ટેલિગ્રામ ગ્રુપોમાં પ્રિમિયમ ટેલિગ્રામ એકાઉન્ટનો ઉપયોગ થતો હતો. ટેલિગ્રામ એકાઉન્ટ અત્યાર સુધીની તપાસમાં મળ્યા પણ પ્રિમિયમ ટેલિગ્રામ આરોપી પાસે કયાંથી આવ્યું તે તપાસનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *