વોર્ડ નં.14માં કોંગી કાર્યકરોની ધમાલ, ભાજપના કાર્યકરો પર કર્યો હુમલો

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કરતાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.વોર્ડ નં.14 માં લક્ષ્મી વાડી મેઈન રોડ પર આવેલ ગિરનારા સોની…

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પર કોંગ્રેસના કાર્યકરોએ હુમલો કરતાં પોલીસ ફરીયાદ નોંધાઈ હતી.વોર્ડ નં.14 માં લક્ષ્મી વાડી મેઈન રોડ પર આવેલ ગિરનારા સોની સમાજની વાડીમાં આવેલ મતદાન મથક બહાર જાહેરમાં જ માથાકૂટ થઈ હતી.જેમાં સાંજે છ વાગ્યે પોલિંગ બુથમાં જતાં મામલો બીચકયો હતો. જે અંગે કોંગ્રેસના આઠ કાર્યકરો વિરુદ્ધ રાયોટીંગ અને મારામારી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ થયો હતો.

બનાવ અંગે રાજકોટમાં લક્ષ્મીવાડી મેઇન રોડ પર રહેતા વિપુલભાઈ રામજીભાઈ માખેલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સન્ની ચાવડીયા, રાજન ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, જીગ્નેશ ચાવડીયા, કલ્પેશ ચાવડીયા અને કાનિયો ચાવડીયા (રહે.તમામ રાજકોટ) નું નામ આપતા ભક્તિનગર પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે,અગાઉ રાજકોટમાં ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના શહેર મંત્રી તરીકે હોદો ધરાવતા હતા.હાલમાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.14 ના ચૂંટણી સંયોજક તરીકે હોદો ધરાવે છે.સાથો સાથ વોર્ડ નંબર 14 ના ઉમેદવાર અરુણાબેન સોનીના ચૂંટણી એજન્ટ તરીકે પક્ષ દ્વારા તેમની નિમણૂક કરવામાં આવેલ હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાયેલ જેમાં વોર્ડ નંબર 14 માં ભાજપના ઉમેદવાર અરુણાબેન સોનીના એજન્ટ તરીકે હતાં. મતદાન મથકો પૈકીનું મતદાન મથક ગિરનારા સોની સમાજની વાડી લક્ષ્મીવાડી મેઈન રોડ પર તેઓના ઘરની સામે આવેલ છે.ત્યાં સાંજના છ વાગ્યા પહેલા ઉમેદવારના એજન્ટ તરીકે આ મતદાન મથક ઉપર કેટલા ટકા મતદાન થયેલ છે તેના સરેરાશ આંકડા લેવા માટે અંદર ગયેલ હતો.મતદાનનો સમય પૂર્ણ થઈ ગયેલ અને પોલિંગ સ્ટાફ ઇવીએમ સીલ કરવાની કામગીરી કરતા હતા ત્યારે અજાણ્યા માણસો મતદાન મથકની અંદર આવતા ત્યાંના હાજર મહિલા પોલીસ કર્મીએ આ માણસોને બહાર જવાનું કહેતા હતા.ત્યાં અંદર આ માણસો તેઓની સાથે બોલા ચાલી કરી ઝઘડો કરી કાઠલો પકડવા લાગ્યા હતા.

ત્યારબાદ મતદાન મથકની બહાર રોડ ઉપર આ આરોપીઓમાંથી બંટી ચાવડીયા, રાજન ચાવડીયા, આશિષ ચાવડીયા, હિરેન ચાવડીયા, કલ્પેશ ચાવડીયા કાનિયો ચાવડીયા અને સન્ની ચાવડીયા સહિતના જે કેવડાવાડીમાં રહેતાં હોય તેઓએ સાથે મળી જીવલેણ હુમલો કરી દીધો હતો.તેમજ બંટી ચાવડીયાએ ગળાના ભાગે વિખોડિયા ભરાવી કળાથી માર મારેલ હતો.દરમ્યાન તેઓએ દેકારો કરતા તેઓના પરિવારજનો બચાવવા માટે દોડી આવેલ હતા. જે દરમિયાન આરોપીઓમાંથી કોઈએ ફરિયાદીના ભત્રીજા રુદ્રને પણ માથાના ભાગે કડું મારી દીધેલ અને ઢીકાપાટાનો માર મારવા લાગ્યા હતા.

જે બાદ બચાવવા દોડી આવેલ ફરિયાદીના મોટાભાઈ અનિલભાઈને પણ આરોપીઓએ બેફામ મારમાર્યો હતો. તેમજ બીજા એક કાર્યકર જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે તે હિંમતભાઈ આવી જતા તેઓને પણ આ લોકોએ ભેગા મળી મૂઢ માર મારેલ હતો. જે દરમિયાન પાર્ટીના માણસો અને સગા વહાલો આવી જતા ઇજાગ્રતોને તુરંત જ મધુરમ હોસ્પિટએ સારવાર અર્થે લઈ ગયેલા હતા.

વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે ગઈકાલે વોર્ડ નં.14 ના ભાજપના ઉમેદવાર અરુણાબેન સોનીના એજન્ટ તરીકે તેઓ હતા. આ જ વોર્ડમાં કોંગ્રેસ પક્ષમાંથી પ્રિતેશ ચાવડીયા ઉમેદવાર હોય આ કોંગ્રેસના ઉમેદવારના કાર્યકરોને તેના તરફે આ વોર્ડમાંથી મતદાન કોંગ્રેસ તરફ થયેલ ન હોય એવું સમજીને કોંગ્રેસ પક્ષના આ ઉમેદવાર હિતેશ ચાવડીયાના કોંગ્રેસના કાર્યકરોએ ભેગા મળી જીવલેણ હુમલો કર્યો હતો.તેમજ કપડા ફાડી નાખી ભત્રીજા સહિતના લોકોને માથામાં પણ ગંભીર ઇજા પહોંચાડી હતી.જે અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીઆઇ જયદીપસિંહ પરમાર સહિતની ટીમે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *