વાંકાનેરની ચંદ્રપુર બેઠક પર ભારે રસાકસી બાદ કોંગ્રેસનો 642 મતોથી વિજય

વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના આજરોજ પરિણામ જાહેર થયા છે, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના…

વાંકાનેર તાલુકા પંચાયતની ખાલી પડેલી ચંદ્રપુર બેઠક માટે ચૂંટણી યોજાઈ હોય, જેના આજરોજ પરિણામ જાહેર થયા છે, જેમાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના યુવા ઉમેદવાર સુજાના યાકુબભાઇ શેરસીયાનો 642 મતોથી ભવ્ય વિજય થયો છે. જેનાથી તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપને મોટા ફટકો પડ્યો છે, જ્યારે સત્તા વાપસીની આશાવાદ કોંગ્રેસ માટે રાહત રૂૂપ સમાચાર બન્યા છે.

ચંદ્રપુર બેઠકના જાહેર થયેલા પરિણામ
વિજેતા સુજાના યાકુબભાઇ શેરસીયા (કોંગ્રેસ) 2198 મત
હરીફ ગીતાબેન મોહનભાઈ ગામોટ (ભાજપ) 1556 મત
સજુબા અલ્પેશભાઈ ગોહીલ (અપક્ષ) 462 મત
નોટા 45 મત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *