જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં શહેર કોંગ્રેસ દ્વારા આજે મેન્યુફેસ્ટો જાહેર કરાયો છે, અને સત્ય, સમાનતા, વિકાસ અને સામાજિક ન્યાય સાથે કોંગ્રેસનું શહેરીજનોને મેનિફેસ્ટોમાં વચન અપાયું છે.
કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયા અનુસાર ઇતિહાસ સાબિત કરે છે, કે પાર્ટીએ આપેલા વચનો હંમેશા પૂર્ણ કર્યા છે. આ મેનિફેસ્ટો માત્ર વચનપત્ર નહીં પરંતુ શહેરીજનો સાથેનું મજબૂત કમિટમેન્ટ છે, જેને સત્તામાં આવીને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે.
જેના મુખ્ય મુદ્દાઓમાં દરરોજ બે વખત સ્વચ્છ પીવાનું પાણી અને ગટર-પાણીની અલગ લાઈન વ્યવસ્થા, ડોર-ટુ-ડોર કચરો ઉઠાવવાની દૈનિક વ્યવસ્થા, આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ, વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ, પહેલા પુનર્વસન, પછી ડિમોલિશન નીતિ હેઠળ સ્લમ વિસ્તારોમાં આવાસ, ઉપરાંત મહાનગરપાલિકાની શાળાઓનું આધુનિકરણ અને અંગ્રેજી માધ્યમની શરૂૂઆત, નવા હેલ્થ સેન્ટરો અને રાઉનધ કલોક આરોગ્ય સેવાઓ, કાયમી ભરતી અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ.
આ ઉપરાંત નાના ધંધાર્થીઓને કાયદેસર લાઇસન્સ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે મફત બસ સેવા, પ્રોપર્ટી ટેક્સમાં રાહત અને આધુનિક ગાર્ડન વિકાસ,જે.એમ.સી. ઓનલાઈન દ્વારા તમામ સેવાઓ ડિજિટલ અને પારદર્શક બનાવવા નો સંકલ્પ કરાયો છે. અને કોંગ્રેસ પાર્ટી શહેરના સર્વાંગી વિકાસ અને શહેરીજનોના વિશ્વાસને મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છે, તેવો કોલ અપાયો હતો. આ સંકલ્પ પત્ર ની જાહેરાત સમયે જામનગર જિલ્લાના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ વિપક્ષના નેતા ધવલભાઇ નંદા, શહેર મંત્રી ભરતભાઈ વાળા, તેમજ શહેર કોંગ્રેસના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
