જામનગર મહાનગર પાલિકાના 16 વોર્ડની કુલ 64 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. આજ થી ઉમેદવારી પત્રો ભરવાનું શરૂૂ કરવામાં આવ્યું છે. આ માટે ચૂંટણી અધિકારી જાહેર કરી દેવામાં આવ્યા છે.જો કે આજે પ્રથમ દિવસે કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયુ નથી.
વોર્ડ નંબર 1 થી 4 માટે એ.આર. બશેર, નાયબ કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી, મૂલ્યાંકન કચેરી), સેવાસદન-2, લાલબંગલા, વોર્ડ નંબર 5 થી 8 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી વી.આર. માંકડિયા (જિલ્લા પંચાયત), વોર્ડ નંબર 9 થી 1ર માટે જિલ્લા પુરવઠા અધિકારી એસ.ડી. બારડ, કલેક્ટર કચેરી (શરૂૂ સેક્શન રોડ) અને વોર્ડ નંબર 13 થી 17 માટે બી.એ. કાલરિયા પ્રાંત અધિકારી (ગ્રામ્ય) મહેસુલ સેવા સદન-શરૂૂ સેક્શન રોડ સમક્ષ ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી નથી.
