કાલાવડમાં કોંગ્રેસનું રસ્તા રોકી વિરોધ પ્રદર્શન

ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂના સેવનથી 13 થી 14 જેટલા યુવાનોના મૃત્યુ થયાના અહેવાલને પગલે આજે કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા…

ગુજરાતમાં દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂના સેવનથી 13 થી 14 જેટલા યુવાનોના મૃત્યુ થયાના અહેવાલને પગલે આજે કાલાવડ શહેરમાં કાલાવડ કોંગ્રેસ પરિવાર દ્વારા રસ્તા રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સમગ્ર ઘટનાની જવાબદારી સરકાર સ્વીકારે તેમજ રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરી હતી. કોંગ્રેસ આગેવાનો દ્વારા દારૂૂબંધી હોવા છતાં કથિત નકલી દારૂૂનું વેચાણ અને સેવન થતું હોવા અંગે સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનને પગલે કાલાવડ ટાઉન પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડિયા, ઋષિરાજસિંહ સોઢા, પૂર્વ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા જે.પી.મારવિયા,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જે.ટી. પટેલ, તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ હિતેશભાઈ ગમઢા, કાલાવડ નગરપાલિકા સદસ્ય મેહુલભાઈ સોજીત્રા તેમજ એડવોકેટ ઘાડાની અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસે સમગ્ર મામલે સરકાર જવાબદારી સ્વીકારે, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. રસ્તા રોકી વિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાલાવડ ટાઉન પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *