ટીપી 6 અને નદીકાંઠાના અસરગ્રસ્તોના મુદ્દે કોંગ્રેસની રજૂઆત

તંત્રએ માર્કિંગ કરેલ રોડના બદલે જંગલેશ્ર્વર મેઇન રોડ પહોળો કરો નહીં તો 1200 પરિવાર બે-ઘર થઇ જશે, મહિલાઓના છાજીયા અને સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીમાં વિરોધ…

તંત્રએ માર્કિંગ કરેલ રોડના બદલે જંગલેશ્ર્વર મેઇન રોડ પહોળો કરો નહીં તો 1200 પરિવાર બે-ઘર થઇ જશે, મહિલાઓના છાજીયા અને સૂત્રોચ્ચાર સાથે મનપા કચેરીમાં વિરોધ પ્રદર્શન

મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ટીપી સ્કીમ 6નો રસ્તો પહોળો કરવામાં ન આવે અને જંગલેશ્ર્વરનો 40 ફૂટનો રોડ પહોળો કરાઇ તેમજ નદીકાંઠા વિસ્તારોમાં નોટિસો અપાયેલ છે. તે મકાનોનું ડિમોલીશન રદ કરવામાં આવે તેવી રજૂઆત સાથે સ્થાનિકોએ છાજીયા લઇ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરી ડે.કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા રજૂઆત કરી જણાવેલ કે, નગર રચના યોજના ક્રમાંક 6 (રાજકોટ) ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ એક્ટ 1976ની કલમ 65 (1) મુજબ નામદાર ગુજરાત સરકારે તેમના ઠરાવ નંબર જીએચ/ની/81 ઓફ 1995 તારીખ પીએસ 1394-828 એલ તારીખ 19/6/1995ના હુકમ મુજબ અંતિમ મંજૂર થઈ અમલમાં આવેલ છે તે અયોગ્ય તે માટે કારણ કે તે ટીપીને 30 વર્ષથી વધુ અમલ થયો છે હાલો હયાત રોડ એ 50 વર્ષ જૂનો રોડ છે ના રસ્તા પર ટીપી શાખા દ્વારા વારંવાર માપણી કરી કપાતની નિશાની કરવામાં આવે છે હયાત રોડ કપાત થાયતો રાજકોટ મહાનગરપાલિકાને 75 કરોડથી વધારે ફાયદો થાય તેમ છે કારણ કે ટીપી મુજબ જોઈએ તો ત્યાં નવા રોડ બનાવવા ખાડા ભરવા વીજપોલ અને ડામર રોડ કરવા જેવી અનેક સુવિધાઓના સમાવેશ થાય જેથી મહાનગરપાલિકાની તિજોરી ઉપર કરોડોનો બોજ આવે જેથી ટીપી ફેર બદલ કરવામા આવે. હાલ હયાત 40 ફૂટનો રોડ છે બંને બાજુ કબજા વાળી જમીન આ રોડ પહોળો કરવા આવે જેથી આ આ રોડ 15 મીટર પહોળો થાય તો તે સર્વે લોકોના હિતમાં સારું રહે અને કોઈ વ્યક્તિ બેઘર થાય નહીં અને અંદાજે 1200 લોકો બેઘર થતા બચી જશે વધુમાં અગાઉ નદી કાંઠાના વિસ્તારમાં જે લોકોને નોટિસ આપવામાં આવી છે તેનો રિસર્વે કરીને ખરેખર જે લોકોના મકાન ડૂબમાં હોય તે મકાનનુ જ ડિમોલીશન કરવું.

અન્ય પરિવારોને વખતોવખત નોટિસો આપી બિનજરૂૂરી કનડગત ન કરવી. જે લોકોના મકાન હોય અને જે પરિવારો પોતાના મકાનો સ્વૈચ્છિક ખાલી કરી લેતા હોય ત્યારે આવા લોકોને રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજનામાં સમાવેશ કરવો જોઈએ જેથી લોકો બે ઘર થતા બચી શકે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકામાં હલાબોલ કરી ભારે સૂત્રચાર કરી બહેનો દ્વારા છાજીયા લેવામાં આવ્યા હતા અને ભાજપ હાય હાય ના નારા સાથે હલ્લાબોલ કરવામાં આવેલ હતો કમિશનર ઉપસ્થિત ન હોય ત્યારે ડેપ્યુટી કમિશનર નંદાણીનો આવું કરવામાં આવેલ હતો અને ભર ચોમાસે અપાતી નોટિસો બંધ કરવા અને ડિમોલિશનની ધમકી તાત્કાલિક બંધ કરવી અન્યથા આગામી દિવસોમાં સમગ્ર વિસ્તાર દ્વારા ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે એ બાબતની ચિમકી ઉચ્ચારવામા આવી હતી. એક સમયે ડેપ્યુટી કમિશનરને કહેવામાં આવ્યું કે અત્યારે જવાબ જોઈએ આ અગાઉ પણ રજૂઆતો વારંવાર કરી છે ત્યારે ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આઠ દિવસમાં આપને આ અંગે ફરી બોલાવી બેઠક કરી શકાય ચર્ચા વિચારણા કરવામાં આવશે અને પ્રશ્નનું હકારાત્મક વર્ણન અપનાવી નિરાકરણ કરાશે તેવી ખાતરી અપાયા બાદ ટોળું વિખેરાયું હતું.

ઇન્દ્રનીલ રાજગુરુ (પૂર્વ ધારાસભ્ય), ડો.મહેશભાઈ રાજપુત, ડો.હેમાંગભાઈ વસાવડા, અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા સંજયભાઈ અજુડીયા રહીમભાઈ સોરા, સુરેશભાઈ ગેરૈયા, ઉમરભાઈ સોરા, હાજી બાબુભાઈ વિશળ, સુરાભાઈ રબારી, રહેમનભાઈ ડાકોરા, જુમાભાઈ પતાણી, હાસમભાઈ ઉનડ, ઓસમાણ મસીહા, ડો.નયનાબા જાડેજા, યુનસ જુણેજા, અશોકભાઈ વાળા, જયદીપભાઇ મયાત્રા, ગજેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઇ રાઠોડ, અહેસાનભાઈ ચૌહાણ, ગીરીશભાઈ પટેલ, વશરામભાઈ ચાંડપા, મિલિંદભાઈ પરમાર, કંચનબેન વાળા, ચિંતનભાઈ દવે, મીનાબેન જાદવ, ગેલાભાઈ મુછડીયા, રવજીભાઈ ખીમસુરીયા, નરેશ ગઢવી, રવિરાજસિંહ ડોડીયા, દિલીપભાઈ આસવાણી, ગૌરવભાઈ પુજારા, જાડેજા જગુભા, વાઘેલા રામદેવસિંહ હર્ષદ સિંહ વાઘેલા પ્રવીણભાઈ મુછડીયા દીપકભાઈ મકવાણા જયાબેન ટાંક સિકંદર ભાઈ મુલતાણી, વનીતાબેન સિંધવ, કાંતિભાઈ ચાવડા કનકસિંહ જાડેજા મનુ મામા કોટક હરેશભાઈ ભારાઈ પંડ્યા ભરતભાઈ હરેશભાઈ પરમાર પારુલબેન તલેત માવજીભાઈ રાખસીયા કાજલબેન સર્કલ સુભદ્રાબેન અઘોલા, મનસુખભાઈ પોરીયા, નયનાબેન ગોંડલીયા દિનેશભાઈ નાગર, રંજનબેન સિદ્ધપુરા બોલાણીયા વસંતબેન શહેરના કોંગ્રેસના આગેવાનો વિસ્તારના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *