ભાગલા માટે મુસ્લિમો નહી પણ કોંગ્રેસ જવાબદાર છે; ઓવૈસી

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ લડી રહી છે. સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રચાર કર્યો હતો.…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ ચૂંટણીમાં અસદ્દુદીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ લડી રહી છે. સુરતમાં અસદુદ્દીન ઓવૈસીએ પ્રચાર કર્યો હતો. તેમણે આ દરમિયાન કહ્યું કે મત એક અમાનત છે, મતનો ઉપયોગ આપણી જમાત માટે કરો. મતનો ઉપયોગ કરો જેથી ગુજરાતમાં આપણે જણાવી શકીએ કે આપણે લાવારિસ નહીં મનુષ્ય છીએ અને આપણા અવાજને સાંભળવામાં આવશે.
ઓવૈસીએ કહ્યું કે યાદ રાખો યુવાનોની વાત તેની સાંભળવામાં આવશે, જેનો નેતા હશે. જો તમે વિચારો છો કે કોંગ્રેસ પાર્ટીને મત આપવાથી ભાજપને રોકી શકાય તેવું નથી. ઓવૈસીએ કહ્યુ કે ભાજપને કોઈ રોકી શકે છે અને બંધારણની મર્યાદામાં રહી, તેની આંખમાં આંખ નાખી આપણા અધિકાર મનાવવા પર મજબૂર કરી શકે તો તે પાર્ટી AIMIM છે. આ ઉભા થવાનો અને પોતાના અધિકારોનો દાવો કરવાનો સમય છે.

લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે કેટલાક લોકો આરોપ લગાવે છે કે જ્યારે ઓવૈસી ચૂંટણી લડે છે તો ભાજપને ફાયદો થાય છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ 294 સીટો પર ચૂંટણી લડી રહી છે, ટીએમસી 294 સીટો પર, લેફ્ટ ફ્રંટ 250 સીટો પર અને ઓવૈસીની પાર્ટી 11 સીટો પર લડી રહી છે. ભાજપ પણ 294 સીટો પર લડી રહ્યું છે. તેમને મારા ચૂંટણી લડવાથી સમસ્યા છે. 11 સીટોને ભૂલી જાવ, 270 સીટો જીતો અને ભાજપને હરાવો. તમે આ સમાજને પોતાના ખુદનું નેતૃત્વ બનાવવાથી કેટલો સમય રોકતા રહીશો?

ઓવૈસીએ કહ્યુ કે વિભાજન માટે મુસલમાન જવાબદાર નહોતા. શું કોંગ્રેસ પાર્ટી તે લોકોમાં સામેલ નથી જે વિભાજન માટે જવાબદાર હતા? પોતાના પુસ્તક ’ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’ માં મૌલાના આઝાદ લખે છે કે તેઓ ગાંધી અને નહેરૂૂ પાસે ગયા હતા અને તેમને અપીલ કરી હતી કે તેઓ ભારતનું વિભાજન ન થવા દે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *