મનપાની સામાન્ય સભામાં મોબાઇલ પર પ્રતિબંધ લાદવા કોંગ્રેસની માંગ

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3), શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોકસંસદ વિચાર મંચ રાજકોટ, સિનિયર કોંગ્રેસ અગ્રણી પટેલ…

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3), શહેર કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોકસંસદ વિચાર મંચ રાજકોટ, સિનિયર કોંગ્રેસ અગ્રણી પટેલ નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકામાં 50% બેઠકો મહિલાઓ માટે અનામત છે એટલે કે દરેક વોર્ડમાં ચારમાંથી બે કોર્પોરેટરો મહિલા હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં 18 વોર્ડ છે અને તેમાં કોર્પોરેટર 72 છે. જેમાંથી 50% મહિલા કોર્પોરેટરો છે.

રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચની ચૂંટણીઓમાં મહિલા કોર્પોરેટરોના પતિદેવો તમામ કામગીરી કરતા હોય છે અને પોતે કોર્પોરેટર હોય તેવો રોફ જમાવતા હોય છે. મહિલા અનામત અને મહિલા સશક્તિકરણ ના દાવા પોકળ છે. ગઈકાલની સામાન્ય સભામાં રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટર જયબા જાડેજા પોતાના કોર્પોરેટર દશરથસિંહ જાડેજા સાથે ચાલુ સભામાં મોબાઇલ દ્વારા પ્રશ્નોત્તરી અંગે ટાઉન પ્લાનિંગ ને લગતા પ્રશ્ન અંગે માર્ગદર્શન લઇ રહ્યા હતા. આશ્ચર્યની બાબત તો એ છે કે આ ઘટના બની તેમ છતાં સામાન્ય સભાના અધ્યક્ષ અને મેયર ડો. નેહલભાઈ શુકલ ને આ અંગે કશી ખબર ન્હોતી. પરંતુ જ્યારે ભાંડો ફૂટ્યો અને કેમેરામાં કેદ થતા સમગ્ર પ્રકરણ બહાર આવતા મેયર એ આ પ્રકારે વાતચીત કરવી યોગ્ય ન હોવાનું કબૂલ્યું હતું અને દરેકને કોર્પોરેટરોને જવાબો આપવામાં આવે જ છે તે પ્રકારનો લૂલો બચાવ કરેલ હતો.

આ પ્રકારની ઘટના બીજી વખત ન બને અને અન્ય કોઈ મહિલા કોર્પોરેટરો પણ આ પ્રકારે ચાલુ સભામાં મોબાઈલ ન કરે એ માટે શિસ્તભંગના પગલાં ભરવા જરૂૂરી છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરોએ મુકાયેલા પ્રશ્નોની ચર્ચા વિચારણા ચાલતી હોય છે ત્યારે મોટાભાગના અધિકારીઓ અને કોર્પોરેટરો પોતાના મોબાઈલમાં વ્યસ્ત હોય છે અને કાં તો ગેમ રમતા હોય છે અથવા મેસેજની આપ લે કરતા હોય છે. જેથી રાજકોટના જાબાજ મેયર નેહલભાઈ શુકલ ને અમારી માંગ છે કે આગામી જનરલ બોર્ડમાં આવનારા દરેક કોર્પોરેટરો અધિકારીઓ પર મોબાઇલ લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જરૂૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *