વિંછીયાના હાથસણી ગામે રહેતી યુવતીને પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું સારવારમાં મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, જસદણનાં હાથસણી ગામે રહેતી રવિનાબેન ધનજીભાઈ રંગપરા નામની 20 વર્ષની યુવતીને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપ્યો હતો. પિતાના ઠપકાથી માઠુ લાગી આવતાં યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. યુવતીનું રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મૃતક યુવતી એક ભાઈ ત્રણ બહેનમાં નાની હતી અને થોડા દિવસ પહેલા જ ભાવનગર ખાતે પોલીસની પરીક્ષા આપવા ગઈ હતી.
પિતાના ઠપકાથી માઠુ લાગતાં પુત્રીએ પગલું ભરી લીધું હતું. આ ઉપરાંત બીજા બનાવમાં ચોટીલાના સુરઈ ગામે રહેતો રવિ ગભરૂભાઈ મેવાડા (ઉ.20) બપોરના સમયે વાડીએ માલ ઢોર ચરાવતો હતો ત્યારે અકસ્માતે ઈલેકટ્રીક તાર માથે પડતાં રવિ મેવાડાને વીજશોક લાગ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે ચોટીલા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
