મંગળવારે અત્યાધુનિક રેડિયોથેરાપી સાથેના 39 કરોડના ખર્ચે બનેલ ઓનકોલોજી સેન્ટરનું જે. પી. નડ્ડા દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
સૌરાષ્ટ્ર અને આસપાસના વિસ્તારના કેન્સરના દર્દીઓ માટે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે. રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે અદ્યતન રેડિયોથેરાપી (શેક આપવાની) કેન્સર સુવિધાનું આગામી 15 સપ્ટેમ્બર, 2026ના રોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા દ્વારા વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવશે. રાજકોટ ખાતે આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં ગુજરાતના આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સહિત સ્થાનિક જનપ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.
કેન્દ્ર સરકાર દ્વારા મળેલી રૂૂ. 39 કરોડની વિશેષ ગ્રાન્ટમાંથી એઈમ્સ રાજકોટના કેન્સર વિભાગમાં આ અદ્યતન મશીનરી અને સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના દર્દીઓને કેન્સરના નિદાન અને અદ્યતન શેકની સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે અન્ય મોટા શહેરો તરફ દોડવું પડતું હતું.
આ નવી સુવિધા શરૂૂ થવાથી હવે દર્દીઓને ઘરઆંગણે જ આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર મળી રહેશે, જેનાથી વારંવાર લાંબી મુસાફરી કરવાની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે.એઈમ્સ ખાતે આ નવી સુવિધાને પહેલાથી જ ઉપલબ્ધ કીમોથેરાપી અને ઓપરેશન (સર્જરી) વિભાગ સાથે જોડી દેવામાં આવશે, જેથી કેન્સરના દર્દીને એક જ છત નીચે તમામ પ્રકારનું સંપૂર્ણ નિદાન અને સારવાર મળી રહે. દર્દીઓની સેવા ઉપરાંત, આ નવું સેન્ટર સૌરાષ્ટ્રના તબીબી શિક્ષણ અને સંશોધનને પણ નવી ઊંચાઈ આપશે. અહીંના યંગ ડોક્ટરો, રેસિડેન્ટ્સ અને મેડિકલ સ્ટાફને કેન્સરની આધુનિક સારવાર પદ્ધતિઓનું પ્રાયોગિક જ્ઞાન અને તાલીમ મેળવવાની સુવર્ણ તક મળશે. એકંદરે, 15 સપ્ટેમ્બરથી શરૂૂ થનારું આ સેન્ટર સૌરાષ્ટ્રના લાખો દર્દીઓ અને તેમના પરિવારો માટે વરદાનરૂૂપ સાબિત થશે.
દર્દીને ઓછી તકલીફ અને ઝડપી રિકવરી
નવી સ્થાપિત કરવામાં આવેલી રેડિયોથેરાપી સિસ્ટમ અત્યંત ચોક્કસાઈપૂર્વક કામ કરે છે. આ સુવિધાની મદદથી કેન્સરગ્રસ્ત ગાંઠ કે કોષોને જ નિશાન બનાવીને શેક આપવામાં આવશે, જેથી આસપાસના તંદુરસ્ત અંગો અને પેશીઓને નુકસાન થવાની શક્યતા નહિવત થઈ જશે. આના કારણે સારવાર દરમિયાન દર્દીને થતી આડઅસરો(kpIDE EFFECTS) માં મોટો ઘટાડો થશે. મહિલાઓમાં થતા ગર્ભાશયના કેન્સર અને અન્ય જટિલ કેન્સરમાં પણ આ આધુનિક પદ્ધતિ ખૂબ જ અસરકારક સાબિત થશે.
ખાનગી હોસ્પિટલો કરતાં દસ ગણી સસ્તી સારવાર
આ સેન્ટરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કેન્સરની અત્યાધુનિક સારવાર ખૂબ જ નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં હજારો અને લાખો રૂૂપિયાનો ખર્ચ થાય છે, તે જ ઉચ્ચ ગુણવત્તાયુક્ત સારવાર એઈમ્સ રાજકોટ ખાતે માત્ર રૂૂ. 750 ના સબસિડી વાળા દરે પૂરી પાડવામાં આવશે. આ દર દિલ્હી એઈમ્સના સમકક્ષ છે અને ખાનગી હોસ્પિટલોના ખર્ચ કરતાં દસમા ભાગ કરતાં પણ ઓછો છે. આ ઉપરાંત, આયુષ્માન ભારત (ઙખ-ઉંઅઢ) યોજનાના લાભાર્થીઓને આ આખીય સુવિધા સંપૂર્ણપણે કેશલેસ એટલે કે તદ્દન મફત મળશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરથી કેન્સરની સારવારનો આર્થિક બોજ સંપૂર્ણપણે હળવો થશે.
