પોલીસ અધિકારીઓની હાજરીમાં જ ધર્માદો કર્યાનો કોંગ્રેસનો આરોપ, પોલીસવડાને રજુઆત
ગોંડલ શહેરના ગુજસીટોકના આરોપીને હાઇકોર્ટ ગોંડલ શહેર તાલુકા સહિત સૌરાષ્ટ્રમાં પ્રવેશબંધી ફરમાવી હોવા છતાં પોલીસ અધિકારીઓ મીઠી નજર હેઠળ શહેરમા તાજેતરમા રાત્રીના સમયે ગરીબોને ધાબળા વિતરણ કર્યુ હતુ પોલીસ અધિકારીઓએ તથા ગુજસીટોક આરોપીએ હાઇકોર્ટના આદેશનું પાલન ન કર્યુ હોય જવાબદારો સામે પગલા લેવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષભાઇ કુંજડીયા એ રાજકોટ જીલ્લા પોલીસવડાને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.
ગોંડલ શહેરમાં તા. 23/12/2024 ના રાત્રીના સમયે એમ. એમ. ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના ગરીબોને ધાબળા વિતરણના કાર્યક્રમ રાખવામા આવ્યો હતો આ કાર્યક્રમમા ગુજસીટોકના એક આરોપી વિજય જાદવને ગુજરાત હાઇકોર્ટ સૌરાષ્ટ્ર પ્રવેશ બંધીની શરતે જામીન આપ્યા હોવા છતા આરોપીએ આ કાર્યક્રમમા ભાગ લીધો હતો
આ કાર્યક્રમમા ગોંડલ શહેર પોલીસ ઇન્સ્પેકટર પણ ઉપસ્થિત હતા તેવા ફોટોગ્રાફ અને વિડીયો સોશ્યલ મિડીયામા અને મિડીયા ન્યુઝમા પ્રકાશિત થયું હતુ બી ડિવિઝન પોલીસ મથકના પી. આઇ ગોસાઇ દ્વારા આરોપીની રાજકીય ઓથના કારણે હાઇકોર્ટના આદેશની અવગણના કરી હતી. પી. આઇ ગોસાઇ સાથે અન્ય પોલીસ અધિકારીઓ પણ આ કાર્યક્રમમા હતા તેમ આ રજુઆતમા જણાવ્યું છે.
આ રીતે કાયદા અને હાઇકોર્ટના આદેશના અવગણના કરનાર પી. આઇ જે. પી. ગોસાઇ તથા અન્ય પોલીસ અધિકારીઓ અને ગુજસીટોકના આરોપી અંગે હાઇકોર્ટના આદેશના ઉલંઘન અંગે હાઇકોર્ટને રિપોર્ટ રજુ કરી ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરી છે.
આ અરજીની સાથે આરોપી વિજય જાદવે પણ હાઇકોર્ટ જામીન આપતી વખતે પાળવાની શરતોનું ઉલ્લંઘન કર્યુ હોવાની રજુઆત કરવામા આવી છે.
આરોપી વિજય જાદવના નિવાસ સ્થાન તથા ગુંદાળા ચોકડી નજીકની તેની ઓફીસ અને નજીકમા સીસીટીવી કેમેરા લગાવેલ હોય તેના ફુટેજ કબ્જે લેવામા આવે તો સત્ય બહાર આવે તેમ છે.
કોંગ્રેસ પ્રમુખની રજુઆતમા વધુમા જણાવ્યુ છે કે દ્વારકા પંથકની કુખ્યાત બિચ્છુ ગેંગના ત્રણ આરોપીઓના કિસ્સામા પણ આરોપીઓને પકડી જેલ હવાલે કરાયા હતા તે રીતે આ કિસ્સામા આરોપી એ રાજકોટ જીલ્લા સૌરાષ્ટ્ર બંધીના આરોપીની ઐસી તૈસી કરી હોય સજા કરાવવા અરજ કરી છે. આ અંગેના આવેદનપત્રના નકલ રેન્જ આઇ.જી, રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટ, હાઇકોર્ટ રજીસ્ટ્રાર તથા ગુજરાત પોલીસ ડી.જી.પી વડાને પણ મોકલાઇ છે.
