સોની વેપારીના રૂા.6.23 લાખના ચેક રીટર્ન કેસમાં ગ્રાહક સામે કોર્ટમાં ફરિયાદ

શહેરમાં આવેલી સોની બજારની દિવ્યેશ ઓનારમેન્ટ નામની પેઢી પાસેથી ધંધાકીય ધંધાકીય અને ગ્રાહકના સંબંધથી ખરીદ કરેલ જવેલરિની રકમ ચૂકવવા આપેલો 6,23,000 નો ચેક બેંકમાંથી વગર…

શહેરમાં આવેલી સોની બજારની દિવ્યેશ ઓનારમેન્ટ નામની પેઢી પાસેથી ધંધાકીય ધંધાકીય અને ગ્રાહકના સંબંધથી ખરીદ કરેલ જવેલરિની રકમ ચૂકવવા આપેલો 6,23,000 નો ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરવાની વિનાયક ગોલ્ડ પ્રોપરાઈટર વિરેન્દ્ર સોની વિરૂૂધ્ધ અદાલતમાં ફરીયાદ. દાખલ કરવામાં આવી છે.વધુ વિગત મુજબ શહેરના સોની બજાર મા આવેલ નવલખી ચેમ્બરમાં દિવ્યેશ ઓનામેન્ટર્સ નામની પેઢી પાસેથી જુનો મોરબી રોડ, આર.કે ડ્રિમલેન્ડ-2, બી-303મા રહેતા અને વિનાયક ગોલ્ડ નામે ધંધો કરતા વિરેન્દ્ર સોનીએ ધંધાકીય વ્યવહારથી સોનાની જવેલરીની ખરીદી કરી હતી.

તે રકમ ચૂકવવા રૂૂા.6,23,000નો ચેક ઈસ્યુ કર્યો હતો., જે ચેક રીટર્ન થતા તેની જાણ કરવા છતા યોગ્ય પ્રતિભાવ, પ્રત્યુતર આરોપી તરફથી ન મળતા આરોપીને ડીમાન્ડ નોટીસ પાઠવવા છતા ફરીયાદીનું લેણુ ન ચુકવતા અને નોટીસનો ઉડાવ જવાબ આપતા પ્રથમથી જ ફરીયાદીનું લેણુ ડુબાડવાનો બદ ઈરાદો ધારણ કરી આરોપીએ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી શ્રી વિનાયક ગોલ્ડના પ્રોપરાઈટર આરોપી વિરેન્દ્ સોની વિરૂૂધ્ધ દિવ્યેશ ઓનામેન્ટર્સના સંચાલક ધીરજલાલ માંડલીયાએ એડી. ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ચેક રીટર્ન સબંધે અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે. અદાલતે ફરીયાદ રજીસ્ટર એ લઈ આરોપી વિરેન્દ્ર સોનીને સમન્સ પાઠવી આગામી મુદતે હાજર રહેવા આદેશ કર્યો છે. ધીરજલાલ શાંતિલાલ માંડલીયા વતી યુવા એડવોકેટ કિશન એચ. માંડલીયા, યશ માણેક, પ્રદિપ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રજ્ઞેશ ચૌહાણ, જયરાજસિંહ ચૌહાણ, રમીઝ સાંકરીયાણી રોકાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *