ડીસીબી બેંકના મેનેજર સહિતનાં ચાર સામે નકલી સોનું ધાબડી દેવાની ફરિયાદ

જામનગરમાં આવેલી ડીસીબી બેંક ના મેનેજર તથા ડેપ્યુટી મેનેજર ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને તેની ચકાસણી કરનાર ઓડિટર સહીત ચાર વ્યક્તિ એ નકલી સોનું ધાબડી…

જામનગરમાં આવેલી ડીસીબી બેંક ના મેનેજર તથા ડેપ્યુટી મેનેજર ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને તેની ચકાસણી કરનાર ઓડિટર સહીત ચાર વ્યક્તિ એ નકલી સોનું ધાબડી દેવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.

મૂળ અમદાવાદના મણીનગરમાં રહેતા અને એક ખાનગી પેઢી ચલાવતા પંકજભાઈ કાંતિલાલભાઈ નામના જૈન વાણીયા વેપારી યુવાને જામનગર આવીને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે છેતરપિંડી કરી 2,52,247 ની કિંમતનું નકલી સોનું ધાબડી દે વા અંગે જામનગર ડીસીબી બેંકના મેનેજર આકાશ પાઠક, ડેપ્યુટી મેનેજર સંજય ત્રિવેદી, ઉપરાંત સોનાનું મૂલ્યાંકન કરનાર અને સોનાની ચકાસણી કરીને પ્રમાણિત કરનાર ઓડિટર વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પંકજભાઈ ની પેઢી દ્વારા હરાજીમાં જામનગરની ડીસીબી બેંક નું સોના નું પેકેટ ખરીદ કરવામાં આવ્યું હતું.

જેની ચકાસણી કરવામાં આવતાં અંદરથી નકલી સોનું નીકળી પડ્યું હતું. તે અંગે બેંક ને જાણ કરવામાં આવી હતી, છતાંય કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા, ઉલટાનું ફરિયાદીની કંપનીને તમામ બેંકની હરાજી માંથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા. હકીકતમાં ફરિયાદીને નકલી સોનું પરોવી દેવાયું હતું, અને તે સોનાનું ખોટું મૂલ્યાંકન કરીને ઓડીટર દ્વારા પણ ખોટી રીતે પ્રમાણિત કરાયાનું જણાવી આ પોલીસ ફરિયાદ કરાઈ છે. જે મામલે પીએસઆઇ જે.પી.સોઢા એ ભારતીય ન્યાય સંહિતા ની કલમ 318(4) અને 54 મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *