રાજકોટમાં ભોમેશ્વર પ્લોટ શેરી નં. 13 બંધ શેરીમાં છેલ્લા 70 વર્ષથી 13 રૂૂા.ના ભાડાપટ્ટે રહેતા શિક્ષિકા કેરોલ ઈગ્નેશભાઈ ડીસોઝા (ઉ.વ.39)ના ઘરનું તાળુ તોડી પિતા-પુત્ર સહિત ત્રણ શખ્સોએ ઘરમાં ઘુસી ઘરવખરી બહાર ફેકી બાથરૂૂમ અને રસોડાની દિવાલ તોડી નાખ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
શિક્ષિકા તરીકે પ્રાઈવેટ નોકરી કરતાં કેરોલ ડિસોઝા (ઉ.વ.39)એ પોલીસને જણાવ્યું કે, તેના પતિ તેનાથી અલગ અમદાવાદ રહે છે. ગઈ તા.ર9નાં તે ગ્રીનલેન્ડ ચોકડી પાસે કુરીયર આપવા ગઈ હતી ત્યારે તેના પિતાએ કોલ કરી તમારા ભાડાના મકાનમાં વિજય અગ્રાવત અને તેનો ભાઈ ગોપાલ અને પુત્ર કરણ જે.સી.બી. મશીન લઈને ઘર તોડવા માટે આવ્યા છે. તમારા ઘરનું તાળુ તોડેલું છે.’ કહેતા તે પરત ઘરે આવી હતી. આ સમયે ઘરમાં જોતાં કરણ તેના મકાનની દિવાલ તોડતો હતો. જયારે ઘરવખરી બહાર ફેકી નુકસાન કરેલ હતું. તેમજ ઘરનો સામાન વેરવિખેર હાલતમાં હતો. એટલુ જ નહીં મકાન ઉપરતી છત અને રસોડાની દિવાલ તુટેલી હતી.
જેથી તેણે કરણને ‘સામાન કેમ બહાર ફેકી દીધો ? દિવાલ કેમ તોડી છે ? પુછતા કરણના પિતા વિજેય આ ઘર મારૂૂ છે અને મેં તોડેલુ છે, મારા ઘરની દિવાલ કઈ રીતે તોડવી તે મને આવડે છે, તારે જયાં જાવવું હોય ત્યાં જજે.’ તેમ જવાબ આપ્યો હતો. આ સમયે લોકોએ એકઠા થઈ જતાં ત્રણેયને સમજાવતા તે ત્યાંથી જતા રહ્યા હતા.
શિક્ષીકા આ મકાનમાં સીતેર વર્ષથી 13 રૂૂપીયા ભાડેથી રહે છે. હાલ પણ તે વાર્ષીક ભાડુ મકાન માલીક નંદુબેન વેકરીયા (રહે. ભોમેશ્વર)ને પોસ્ટ ઓફિસ મારફતે મોકલે છે.હાલ આ મકાન નંદુબેનના નામે છે કે કેમ ? તેની જાણ નથી. તેમજ તેને આજ સુધી મકાન ખાલી કરવા નોટીસ કે અન્ય કોઈ ટપાલ મળી નથી. દરમિયાન ત્રણે માસ પહેલા વિજય અને તેના ભાઈ ગોપાલે તેના ઘરે આવી ’આ મકાન અમારૂૂ છે, તમે ખાલી કરી નાખજો’ કહેતા તેની પાસે મકાનના આધાર પુરાવા માંગ્યા હતા, પરંતુ આપ્યા ન હતા. બાદમાં ગઈ તા.29ના તેના ઘરનું તાળું તોડી નુકસાની કરતા ફરિયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસે વિજય ધીરૂૂભાઈ અગ્રાવત, તેના ભાઈ ગોપાલ અને પુત્ર કરણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
