જામનગર રોડ પર મનહરપુર ગામની સીમમાં આવેલી સિંચાઇ વિભાગની બે એકર જમીન માધાપરની પુષ્કરધામ સોસાયટીમાં રહેતાં કાનજી કિમાગજીભાઈ વાડોદરીયાએ પચાવી પાડયાની ફરિયાદ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પરેશભાઈ માવજીભાઈ પાંચોટિયા (ઉ.વ.38, રહે. મોરબી) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂૂ થઇ છે.
તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે પરેશભાઈ ઉમરાણીયા જયારે ચાર્જમાં હતા. જેણે 2024માં કાનજી વાડોદરીયા વિરૂૂધ્ધ લેન્ડ ગ્રેબીંગની અરજી કરી હતી. મનહરપુર ગામની સર્વે નંબર 142 પૈકી 17ની જમીન જે કુલ 00-91-05 હૈ. આરે.ચો.મી.ની સંપાદન પહેલા 1976માં કલેક્ટર દ્વારા માલુબેનને ફાળવવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા આ સ્થળે આજી-2 ડેમ બાંધવા જમીન સંપાદન કરી હતી. આસપાસની જગ્યા ડુબમાં જતી હોવાથી અને આ સ્થળે પાણી ભરેલું ન હોવાથી અને ખુલ્લી થાય ત્યારે જે તે માલીક વાવેતર કરી શકે તેવો પરિપત્ર છે. જેથી જે મુળ માલીક હોય તે જમીન ખેડતા હોવાથી સિંચાઇ વિભાગને કોઈ વાંધો ન હતો. પરંત મુળ માલીકે 10ના સ્ટેમ્પ પેપર ઉપર આરોપી કાનજી વાડોદરીયાને 45 હજારમાં 1993માં વેંચાણ કરી આપ્યું હતું. આ ઉપરાંત રૂૂપિયા 50ના સ્ટેમ્પ પેપર ઉપર રદ ન થઈ શકે તેવું કુલમુખત્યારનામાનું લખાણ કરી આપ્યું હતું. માલુબેનનું 2000ની સાલમાં અવસાન થયા બાદ 2023માં તેના વારસદારે જમીનમાં વાવેતર માટે તેની કચેરીમાં અરજી કરી હતી.
જે સંદર્ભે જમીન ઉપર આરોપી કાનજીનો કબજો હોવાથી 2023નાં તેને મુળ માલીકને જમીન વાવેતર કરવા નોટીસ અપાઈ હતી. પરંતુ કબજો નહીં સોંપતા 2024માં બીજી નોટીસ અપાઈ હતી. આ સમયે આરોપીએ જમીન અંગેનો તેનો હક હોય તેવા પુરાવા રજૂ કરતા આઠ દિવસમાં જમીનનો કબજો સિંચાઈ વિભાગને સોંપી આપવા નોટીસ અપાઇ હતી. ત્યારબાદ તા.1-3-24નાં જમીન માલિક અને આરોપીને 7-3-24નાં જમીન પર હાજર રહેવા નોટીસ અપાઈ હતી. તેમજ મામલતદાર ઉપરાંત પોલીસને આ અંગે જાણ કરાઇ હતી. પરંતુ આરોપીએ કબજો ખાલી કરવાની ના પાડતા તે અંગેનું રોજકામ કરાયું હતું. આ સમયે આરોપીએ ખરીદ કરી હોવાનું જાણવા મળ્યું હતું. હતું. બીજી તરફ સિંચાઈ વિભાગને માટીકામ માટે જમીનની જરૂૂરીયાત હોવાથી ચારેક નોટીસો આપી હતી. છતાં તેણે ખાલી નહી કરી પચાવી પાડતા અંતે ફરિયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં તપાસ શરૂૂ કરવામાં આવી છે.
