વેરાવળ-જુનાગઢ રોડ કેશોદ બાયપાસ કેવદ્દાનાં પાટીયા બ્રીજ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આજોઠા ગામની હાઈસ્કુલની શીક્ષીકાનુ મોત નિપજયાના બનાવમાં મૃતકના પરિવારજનો કરેલા કલેઈમ કેસમાં અદાલતે વ્યાજ સહિત રૂૂા.88,00,000નું વળતર મંજૂર કરવામાં આવ્યું છે. વધુ વિગત મુજબ રાજકોટ શહેરમાં 150 ફુટ રીંગ રોડ ઉપર બીગબજાર પાછળ રહેતા અને ગીર સોમનાથ જિલ્લાનાં આજોઠા ગામની હાઈસ્કુલમાં શીક્ષીકા તરીકે ફરજ બજાવતા હેતલબેન બિપીનભાઈ જોશી તા.28/10/2023નાં રોજ કાર ચલાવીને આજોઠ ગામથી રાજકોટ આવી રહા હતા ત્યારે વેરાવળ-જુનાગઢ રોડ કેશોદ બાયપાસ કેવદ્દાનાં પાટીયા બ્રીજ પાસે રોડ ઉપર પહોંચતાં સામેથી આવતી જીજે-01-કેયુ-2277 નંબરની કાર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચતા હેતલબેન બિપીનભાઈ જોશીનું મોત નીપજ્યું હતું. ગુજરનારનાં વારસદારોએ રાજકોટ ટીબ્યુનલમાં વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ અને વિવેક ગઢવી દ્વારા તા.15/02/2023ના રોજ કઇલેમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઉપરોકત કેસમાં આજોઠા ગામે આવેલ સ્વ. ધાનાભાઈ માંડાભાઈ બારડ હાઈસ્કુલમાં માધ્યમિક વિભાગમાં શીક્ષણ સહાયક તરીકે ગુજ. હેતલબેન ફરજ બજાવતા હતાં અને ગુજરાત સરકારના પરીપત્ર મુજબ પાંચ વર્ષનાં ફીકસ-પેમાં નોકરી કરતાં હતાં અને તેમનાં પરીવારનું ભરણપોષણ કરતાં. મૃતકનાં એડવોકેટઓ ધ્વારા ગુજરનારની આવક સાબિત કરવા ઉપરોકત હાઈસ્કુલનાં પ્રિન્સીપલને તપાસવામાં આવેલા, જેમાં એવાં પુરાવા રજુ કરાવવામાં આવેલ કે, ગુજરનાર હાલના પગાર પેટે ફીકસ-પે મુજબની રકમ મેળવતા હતા.
પરંતુ જો અકસ્માતમાં ગુજરનારનું મૃત્યુ થયેલ ન હોત તો તેઓ પાંચ વર્ષ બાદ હાલનાં પગાર કરતા વધુ પગાર મળવાપાત્ર અને તેથી ગુજરનારની અકસ્માત તારીખની આવકને બદલે પાંચ-વર્ષ બાદ કાયમી આવક ધ્યાનમાં લેવી જોઈએ તેમજ અરજદાર તરફે સુપ્રિમ કોર્ટેનાં ચુકાદાઓ રજુ કરેલ હોય તે જજમેન્ટ અને અરજદારોનાં વકીલની મજબુત દલીલો ધ્યાનમાં રાખી રાજકોટની ટ્રીબ્યુનલે ધ્વારા ગુજરનારને પાંચ-વર્ષ બાદ મળવાપાત્ર પગારની આવક અને ગુજરનારની ઉંમર ધ્યાને લઈને 30% ફયુચર પ્રોસ્પેકટીવ આવક ધ્યાનમાં લઈને ગુજ. હેતલબેન જોશીનાં કલેઈમ કેસમાં વ્યાજ સહિત રૂૂા.88,00,000નાં વળતરની રકમ માત્ર 2-વર્ષનાં ટુંકા ગાળામાં મંજુર કરવામાં આવી છે.અરજદાર વતી રાજકોટ કલેઈમ કેસનાં નિષ્ણાંત વકીલ રવીન્દ્ર ડી. ગોહેલ, સંદિપ એમ. રાઠોડ, વિવેક વી. ભાંસળીયા (ગઢવી), આસીસ્ટન્ટ તરીકે, દિનેશ ડી. ગોહેલ , જતીન પી. ગોહેલ તથા જયેશ મકવાણા વગેરે રોકાયેલ હતાં.
