ભાવનગરની પ્રેસ કોલોનીમાં રહેતા અને જામનગર લગ્ન પ્રસંગમાંથી પરત ફરતાં આધેડ ગઈકાલે રાત્રે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા માટે ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આવતાં બેભાન થઈ ઢળી પડયા હતાં અને તેમને હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃતજાહેર કર્યા હતાં. આ ઘટના અંગે રેલવે પોલીસે હોસ્પિટલે પહોંચી કાગળો કર્યા હતાં. આધેડના મોતથી પરિવારમાં શોક છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ભાવનગર પ્રેસ કોલોનીમાં રહેતા વનરાજસિંહ અજીતસિંહ જાડેજા (ઉ.48) નામના આધેડ ગઈકાલે જામનગર ખાતે આવેલા ખારી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતાં. ત્યારબાદ ત્યાંથી પામી અને માતા-પિતા સાથે ગઈકાલે ટ્રેનમાં પરત ફરતાં હતાં ત્યારે રાજકોટ રેલવે જંકશન પર નાસ્તો લેવા ઉતર્યા બાદ તેમને હાર્ટએટેક આપતાં તેમને બેભાન હાલતમાં અહિં હોસ્પિટલે ખસેડવામાં આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. મૃતક વનરાજસિંહ ફોટોગ્રાપી કરતાં હોવાનું જાણવા મળ્યું છે. તેમના મૃત્યુથી એક સંતાને પિતાની છત્ર છાયા ગુમાવી છે.
