રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં અકસ્માતના 89 કલેઈમ કેસમાં 6 કરોડનું વળતર ચૂકવાયું

ગત તા. 14 માર્ચે યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં રાજકોટની એક જ વકીલાત ફર્મ દ્વારા જુદા જુદા વાહન અકસ્માતના કારણે મૃત્યુ અને ઇજા અંગેના કુલ…

ગત તા. 14 માર્ચે યોજાયેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં રાજકોટની એક જ વકીલાત ફર્મ દ્વારા જુદા જુદા વાહન અકસ્માતના કારણે મૃત્યુ અને ઇજા અંગેના કુલ 89 કલેઈમ કેસમાં સમાધાન સાધવામાં સફળતા મળવાથી અરજદારો માટે ટૂંકા ગાળામાં રૂૂ. 6 કરોડ જેટલું વળતર ચૂકવવાના હુકમો થયા હતા.

ડિસ્ટ્રિકટ એન્ડ સેશન્સ કોર્ટમાં લોક અદાલતમાં સમાધાન થયેલા 89 કેસો જેવાકે મોરબીના ચાંદનીબેન માવદીયા તથા તેમના પતિ મરણજનાર કિશનભાઇના કેસમાં 71 લાખ અને ચાંદનીબેનને ઇજાના કેસમાં 20 લાખ વળતર, મેટોડા ખાતે રહેતા ગુજરનાર પ્રશાંત દેવરામ ધોતેના કેસમાં રર લાખ, કાલાવડના અરલા ગામના ગુજરનાર રવીરાજ રામસંગભાઇ ઝાલાના કેસમાં 20લાખ, મોરબીના લક્ષમીનગરના ગુજરનાર પ્રેમજીભાઈ મેઘજી ભાંખોડીયાના કેસમાં 17 લાખ, ગુજરનાર રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયાના કેસમાં 16 લાખ, દસાડાના પંચાસર ગામના ગુજરનાર રાજુભાઈ બાવાભાઈ ગોયલના કેસમાં 10 લાખ, ખંભાળીયાના ગાગા ગામના ગુજરનાર દલવાડી ખીમાભાઈ શામજીભાઈ પરમારના કેસમાં 11 લાખ, થાનના રૂૂપાવટી રોડ પર રહેતા ગુજરનાર ગોપાલ કાળુભાઈ કમેજાડીયાના કેસમાં 21.50 લાખ, યુ.પીના ગુજરનાર સમરથ ગોરધનલાલ દગલના કેસમાં 22 લાખ, ચુડાના જુના સેજકપર હાલ વાંકાનેરના રાતાવીરડાના ઇજા પામનાર લાખાભાઈ પોપટભાઈ ભામાણીના કેસમાં 35 લાખ તથા તેની સાથેના વિજયભાઈના કેસમાં 5 લાખ, રાજકોટ મોરબી રોડ ખાતે રહેતા ગુજરનાર સ્નેહલ બ્રીજેશ પોપટ કે જેઓ શીક્ષીકા હતા અને તેઓ રાજકોટ રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કુલ ખાતે નોકરી કરતા હતા તેના કેસમાં 40 લાખ તથા કુતીયાણાના કાનાકુવા ગામ ખાતે રહેતા શાન્તુભાઈ ભાણજીભાઈ ધાધલના ઇજાના કેસમાં 22 લાખ આ સહિત કુલ 89 કેસોમાં લોકઅદાલતમાં રૂૂ. છ કરોડની પુરશીશો મંજુર કરવામાં આવી હતી.

અને ઉપરોક્ત ભોગ બનનારના અકસ્માતમાં સંડોવાયેલ જુદી જુદી વીમા કંપનીઓએ આ ગુજરનારના વારસદારોને તથા ઇજા પામનારાઓને તાકીદે વળતર ચુકવવા હુકમ કરેલ છે. ઉપરોકત તમામ કેસો અંગે બે માસ અગાઉથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત 89 બનાવોમાં ગુજરનારના વારસદારો તથા ઇજા પામનાર વતી રાજકોટના કલેઇમ કેસના જાણકાર એડવોકેટ શ્યામ જે. ગોહિલ, મૃદુલા મકવાણા, હિરેન જે. ગોહિલ, પુનીતા વેકરીયા (પટેલ), અશોક કે. લુંભાણી, દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા,એમ.અસ.ઠેબા તથા મોહીત ગેડીયા વિ. એડવોકેટો રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *