લોકોને ગાય રાખવાની છૂટ આપો : માલધારી સમાજ

ગેસની અછત વચ્ચે ગોબરથી બનતા છાણાનો ઉપયોગ કરી શકાય, કોંગ્રેસ માલધારી સમાજની મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાતમાં લોકોને ખરેખર એક ગાય બાંધવાની છૂટ આપો હાલ જ્યારે રસોઈ…

ગેસની અછત વચ્ચે ગોબરથી બનતા છાણાનો ઉપયોગ કરી શકાય, કોંગ્રેસ માલધારી સમાજની મુખ્યમંત્રીને રજૂઆત

ગુજરાતમાં લોકોને ખરેખર એક ગાય બાંધવાની છૂટ આપો હાલ જ્યારે રસોઈ ગેસમાં અને કોમર્શિયલ ગેશમાં ભારે અછત હોય ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકાધીશની અસીમ કૃપાથી આપણી પાસે ગાય માતાછે જેનો ઉપયોગ આપણા ગામડાની અંદર મોટાભાગે છાળા નો ઉપયોગ કરી ગેસથી પણ વધારે કામ આપતા છાણા નો ઉપયોગ કરીને આપણે ચા પાણી ને રસોઈ બનાવતા હોય છે આપણી પાસે આવું ભરપૂર ભંડાર ભર્યું હોય ત્યારે કોઈની મોહતાજી કરવા કરતાં ગુજરાત સરકારે એનીમલ એક્ટ ના કાયદાના નિયમો હળવા કરી ગુજરાત ભરના જે લોકો છે જે ગાય માતાને સાચવવા માંગતા હોય તેને ગાયની રાખવા છૂટ આપવી જોઈએ જેથી કરીને ગાય ભેંસના ગોબરથી છાણા સ્થાપવામાં આવે અને એ છાણાનો ઉપયોગ આજુબાજુના લોકોને પણ થવા પામે જેથી કરી માલધારી સમાજ વર્ષોથી ગાય માતાને પશુપાલન કરી જ્યારે ગાયના ગોબરના છાણા થાપી પોતાના ઘરમાં ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા.

પરંતુ પરિવર્તનની સાથે આજે જ્યારે ગેસ આવી ગઈ હોય ત્યારે પણ માલધારીઓ તો પોતે છાણાનો જ ઉપયોગ કરતા હોય છે આપણી પાસે ગુજરાત ભરના ઢોર ડબ્બામાં અને એનિમલ હોસ્ટેલમાં જેટલી ગાયો છે એનો જે વેસ્ટ છાણ નો વેસ્ટ છે ગોબરનો એ આપણે કચરામાં જવા દઈએ છીએ એને કચરામાં ન જાવા દેવા જોઈએ અને સરકારી મજૂરો રાખી ઢોર ડબ્બામાં બા અથવા એની હોસ્ટેલમાં સ્થાપી લોકોને વિતરણ કરવા જોઈએ જેથી કરીને આંશિક રાહતનો અનુભવ ગુજરાતની જનતા કરે આજ સુધી માલધારી સમાજ પશુપાલનના કરી ગાયના છાણા થાપતો આવ્યો છે અને આડોશી પાડોશીને પણ મદદ કરતો આવ્યો ત્યારે ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રી આપને ગુજરાતના નાગરિક તરીકે રજૂઆત કરું છું કે ગાય બાંધવાની પરમિશન આપો જેથી કરીને આવી વિકેટ પરિસ્થિતિની અંદર લોકો પોતાના ગાયના છાણા થાપી અને પોતાના ઘરની રસોઈ નું કામ નો અટકે અને ગાય માતાનું દૂધ અમૃત છે ગૌમૂત્ર સોનુ છે જે દવા અક્ષીર ઈલાજ છે અને ગોબર પણ આપણને કામ આવતું હોય આવા ભંડારો આપણી પાસે પડ્યા છે.

સંસ્કૃતિના અને ભગવાને આપેલી ભેટના તો આ વિકટ પરિસ્થિતિ ની અંદર ગુજરાતમાં લોકોને ગાય બાંધવા છૂટ આપવી જોઇએ જેમ અમદાવાદ મહાનગરપાલિકાએ પોતાની એનિમલ હોસ્ટેલમાંથી છાણા નું વિતરણ કરવું પડ્યું. જો આવું ભારણ સરકાર પણ નહીં પડે અને કોર્પોરેશન પરની પડે આથી કરીને આપણી મહામુલી ગાય માતાનું પણ રક્ષણ થશે અને ગાય જાળવણી પણ થશે ગુજરાતમાં ગેસની વિકટ પરિસ્થિતિ હોય તો આ પરિસ્થિતિની બહાર આપણને માત્ર ને માત્ર ગાય માતા જ કાઢી શકે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *