એક પ્રશ્ર્નના જવાબમાં કમિશનરે એક કલાક લીધી, શાસકોએ પાટલી થપથપાવી ખુશી વ્યકત કરી
પહેલગામના સદ્ગતોને શ્રદ્ધાંજલિ અને સૈનિકોની બહાદુરીને અભિનંદન પાઠવાયા
રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજ રોજ મળેલ જેમાં પ્રથમ પહેલગામ આતંકવાદી હુમલાના સતગતોને બે મીંટીટ મોૈન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ તેમજ આતંકવાદી હુમલાના વળતા જવાબમાં ત્રાસવાદીઓનો સફાયો કરનાર સૈનીકોની બહાદુરીને બીરદાવી ઓપરેશન સિંદૂર બદલ અભિનંદન પાઠવ્યા હતા. જયારે પ્રશ્ર્નોતરી દરિમયાન આ વખતે પણ વિપક્ષી નેતા વશરાંમભાઇ સાગઠીયાએ સંયમ ગુમાવી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડના પીડિતોના ન્યાય અંગેનું આવેદન મેયરને આપવાની કોશીશ કરી હતી. જેને શાસક પક્ષના સભ્યોએ નિષ્ફળ બનાવતા ધુઆફુઆ થયેલા વિપક્ષી નેતાએ શાસક પક્ષની સાથોસાથ મ્યુ.કમિશનર ઉપર પણ આક્ષેપ કરી અમારું કોઇ સાભંળતુ નથી કમિશનર પણ ભાજપના માણસ છે. તેવા ભરી સભામાં આક્ષેપ કર્યા હતા. છતા મ્યુ.કમિશનરે પ્રથમ પ્રશ્ર્નનો જવાબ આપવામાં જનરલ બોર્ડનો સમય પૂર્ણ કર્યો હતો અને એજેન્ડમાં મુકેલી તમામ 11 દરખાસ્તને સંખ્યાબળના આધારે મંજૂર કરવામાં આવી હતી.
મનપાના જનરલ બોર્ડમાં આવખતે પણ વિરોધપક્ષની કારી ભાવી ન હતી.
બોર્ડ ચાલુ થયા બાદ શાસક પક્ષ દ્વારા પૂછવામાં આવેલા પ્રથમ પ્રશ્ર્નના જવાબ દરમિયાન શાંતિ થી બેસી રહેલા વિપક્ષી નેતા તેમજ સાથી કોર્પોરેટરોએ ટીઆરપી ગેમઝોનના પીડિતોનો મુદો ઉપાઠી બેનર સાથે વિરોધ કરી ડાયસપર બિરાજમાન મેયરને આવેદન આપવા માટે ધસી ગયા હતા. પરંતુ ત્યા તૈનાત માર્શલ દ્વારા તેમને રોકવામાં આવેલ અને શાસકપક્ષના સભ્યોએ ભારે વિરોધ કરતા વિપક્ષની આવેદન આપવાની ઇચ્છા પૂર્ણ થઇ ન હતી.
છતા પ્રશ્ર્નોતરી પૂર્ણ થવામાં હતી. ત્યારે વશંરામભાઇએ ફરી વખત લોકોના પ્રશ્ર્નોની અને એજેન્ડામાં રજૂ થયેલ દરખાસ્તોની ચર્ચા કરવામાં આવેલ તેઓ આગ્રહ કરેલ અને અમારા વોર્ડમાં કોઇ કામ થતા નથી અમારે કોને કહેવું તેવી ફરિયાદ કરતા શાસકપક્ષના કોર્પોરેટરેએ મ્યુ.કમિશનરને રજૂઆત કરો તેમ જણાવતા વશંરામભાઇ ભરી સભામાં કમિશનર ભાજપના માણસ છે. તેવો આક્ષેપ કરતા થોડી વાર માટે બોર્ડમાં સનાટો વાપી ગયો હતો. પરંતુ શાસક પક્ષ અને મ્યુ.કમિશનરે આ આક્ષેપને અવગણી પ્રશ્ર્નો તરી ચાલુ રાખતા વિપક્ષ દ્વારા અન્ય મુદો ન ઉડાવતા એક પ્રશ્ર્નાના જવાબમાં બોર્ડની કામગીરી પૂર્ણ કરી સેક્રેટરી દ્વારા એજેન્ડામાં રજૂ થયેલ 11 દરખાસ્તો વાચી સંભળાવી હતી. જેને શાસકપક્ષ દ્વારા બહુમતીના જોરે મંજૂર કરી બોર્ડ આટોપી લેવામાં આવ્યું હતુ.
એજેન્ડાની દરખાસ્ત માટે કયારેય ચર્ચા નથી થતી
મનપાના જનરલ બોર્ડમાં અગાઉ સ્ડેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલ મુખ્ય પ્રોજેકટની દરખાસ્ત સાથેનો એજેન્ડા રજૂ કરવામાં આવેલ જેમાં મનપાના પ્લોટનું હેતુ ફેર તેમજ ઘંટેશ્ર્વર ટીપી સ્કીમ નંબર 46નો મુસદો ઘડવા તથા મોટામવા ટીપી સ્કીમ નંબર 23 માટે ફાળવવામાં આવેલ અલગ અલગ હેતુના પ્લોટ રોડ રસ્તા સહિતની દરખાસ્તો માટે ખેડૂતો તેમજ નગરજનો દ્વારા આપવામાં આવેલા વાંધા સૂચનો સહિતની ચર્ચા બોર્ડમાં કરવાની હોય છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જનરલ બોર્ડમાં એજેન્ડામાં રજૂ થયેલ દરખાસ્તની ચર્ચા કરવાના બદલે બોર્ડ પૂર્ણ થાય તે પહેલા ફકત એક મીનિટમાં શાસકપક્ષના સભ્યો દ્વારા હાથ ઉચા કરી સંપૂર્ણ દરખાસ્ત સાથેનો એજેન્ડા મંજૂર કરી દેવામાં આવતો હોવાની ફરિયાદ વિપક્ષ દ્વારા કરવામાં આવી હતી.
પહેલગામના સદ્ગતોને શ્રદ્ધાંજલિ અર્પણ
મનપાના જનરલ બોર્ડમાં વંદેમાતરમ બાદ બોર્ડમાં ઉપસ્થિત તમામ સભ્યો સહિતનાએ અલગથી રજૂ થયેલ ઠરાવ અંતર્ગત કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલ સદગતોને બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. તેવી જ રીતે હુમલામાં જવાબદાર ત્રાસવાદીઓનો સફાયો કરવા માટે ઓપરેશન સિંદૂર અંતર્ગત કાર્યવાહી હાથ ધરાયેલ જેના બહાદુર સૈનિકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
ગેમઝોન પીડિતોના ન્યાય માટે વિપક્ષી નેતાએ મેયરને હાથ જોડ્યા
મનપાના જનરલ બોર્ડમાં પ્રશ્ર્નોતરી દરમિયાન વિપક્ષીનેતા વશંરામભાઇ સાગઠીયાએ ટીઆરપી ગેમઝોન પીડિતોના ન્યાય માટે અલગ અલગ મુદાઓ સાથેનું આવેદન પત્ર અઘ્યક્ષ સ્થાને બેઠેલા મેયરને આપવાની કોશીશ કરી હતી. જેનો શાસક પક્ષના સભ્યોએ ભારે વિરોધ કરી તેમને બેસી જવાનુ કહેવામાં આવેલ તેમજ બોર્ડમાં ઉપસ્થિત માર્શલ દ્વારા તેમને બળજબરીથી બેસાડવાની કોશીશ કરાતા વશંરામભાઇએ મેયરને હાથ જોડી વિનંતી કરી પીડિતોના ન્યાયની માંગણી કરી હતી. જેને મેયર અને શાસકપક્ષના સભ્યો દ્વારા નજર અંદાજ કરાતા વશંરામભાઇ તેમના સ્થાને બેસી ગયા હતા.
લોકોના પ્રશ્નોમાં રસ નથી: 15 કોર્પોરેટરો ગેરહાજર
મનપાના જનરો બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા લોકોના પ્રશ્ર્નો રજૂ કરાતા હોય છે. તેમજ અન્ય કોર્પોરેટરોના પ્રશ્ર્નોના જવાબ સાંભળવાાન હોય છે. પરંતુ 60 દિવસે એક વખત યોજાતા બોર્ડમાં પણ કોર્પોરેટરોને રસના હોય તેમ આજના બોર્ડમાં 15 કોર્પોરેટરો રજા મૂકી ગેરહાજર રહ્યા હતા.
