મર્દ બની સામે આવો: શેખચલ્લીના સપના જોવાનું બંધ કરો, રસ્તો પણ ભૂલી જશો

ગોંડલમાં વિજયસભામાં જયરાજસિંહ જાડેજાના હાકલા પડકારા, વિરોધીઓ ઉપર આકરા પ્રહારો ગોંડલ નગરપાલિકા માં ભાજપે તમામ 44 બેઠકો ઉપર વિઞજય મેળવી વિપક્ષ નો સતત બીજી ચુંટણી…

ગોંડલમાં વિજયસભામાં જયરાજસિંહ જાડેજાના હાકલા પડકારા, વિરોધીઓ ઉપર આકરા પ્રહારો

ગોંડલ નગરપાલિકા માં ભાજપે તમામ 44 બેઠકો ઉપર વિઞજય મેળવી વિપક્ષ નો સતત બીજી ચુંટણી માં સફાયો કરી વિજય હાંસલ કર્યો હોય કોલેજચોક ખાતે ભાજપ દ્વારા વિજય વિશ્ર્વાસ સભાનું આયોજન કરાયુ હતું.જેમાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાએ તેમનાં અસલી દબંગ અંદાજ માં વિરોધીઓ ને લલકાર કરી જણાવ્યું કે શેખચલ્લી નાં સપના જોવાનું બંધ કરો.મર્દ બની સામે આવો.

લેઉવાપટેલ સમાજે મને મોટો કર્યો છે.જયરાજસિહ જે કાંઇ પણ છે.તે આ સમાજ ને કારણે છે.એટલે 2027 નાં સ્વપ્ન જોવાનું બંધ કરો.ગોંડલ પંથક માં જ્યારે સળગતો પ્રશ્ન ઉભો થાય ત્યારે મર્દ બની આવજો.જયરાજસિહ ત્યાં ઉભો જ હશે.ગોંડલ ની પ્રજાએ બબ્બે વખત 44 બેઠકો આપી છે.આ ચુકાદો શિરોમાન્ય કરુ છુ. તેમણે આપનાં જીગીશા પટેલને નામ લીધા વગર આડે હાથ લઇ કહ્યુ કે તમે હજુ આઠ મહીના થી આવ્યાં છો.અને ગોંડલ ની ચિંતા કરવાનું શરુ કર્યુ.મને ગોંડલ ને સમજતા દશ વર્ષ લાગ્યા છે.લોકોનાં દિલ જીતવા માં સમય લાગે છે. ગોંડલ ની પ્રજા એ તમને બેય ગાલે તમાચા માર્યા છે.

તમારાં માટે આટલુ કાફી છે.ગોંડલ ને મિરઝાપુર કહી બદનામ કરવાનુ બંધ કરો.આ ગામ ઉર્જાપુર છે.પાછા વળવાં માં ગોંડલ ની પ્રજા તમને રસ્તો પણ ભુલાવી દેશે.નગરપાલિકાનાં પરીણામે તમને સબક આપી દિધો છે. તેમણે રીબડાજુથ ને પણ કટાક્ષ માં કહ્યુ કે તમે ક્યાં પક્ષમાં છો પહેલા એ નક્કી કરો.વારેવારે ખેસ બદલવાનું બંધ કરો.તમારાં નાટક જનતા જાણી ચુકી છે. જયરાજસિહ જાડેજાએ તાલુકાની ચાર અને જીલ્લાની મોવિયા બેઠક ઉપર ભાજપ ને થયેલા નુકસાન નો ચુકાદો સ્વિકારી કહ્યુ કે આ પ્રવાહ છે. ચાલ્યા કરે.નિરાશ થવાની જરુર નથી.

તેમણે નગરપાલિકા,તાલુકા,જીલ્લા પંચાયત ની ચુંટણીમાં વિજેતા બનેલા ભાજપ નાં ઉમેદવારો ને શીખ આપતા કહ્યુ કે લોકોનાં મતથી ચુંટાયા છો.તો લોકોનાં દિલ જીતજો.ચુંટાયા પછી તમારી જવાબદારી વધીછે.દિવસ રાત લોકોની વચ્ચે અને તેમની સાથે રહેજો. ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કહ્યુ કે ગોંડલ ને બદનામ કરનારાઓ કરતા પ્રજાનાં વિશ્ર્વાસ પર અમને ભરોશો છે.અમારો આખો પરિવાર ગોંડલ ને સમર્પિત છીએ. તેમણે કહ્યુ કે પહેલાં સમર્પિત થતા શીખો.સીધેસીધુ કોઈ પદ કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થતી નથી.

જયરાજસિહ જાડેજા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજાએ ચુંટાયેલા સદસ્યોનું અભિવાદન કર્યુ હતું. વિજય વિશ્ર્વાસ સભા ને ભાજપ નાં પીઢ આગેવાન કનકસિંહ જાડેજા, મનસુખભાઈ સખીયા, પ્રફુલભાઈ ટોળીયા, મુસ્લિમ અગ્રણી ફતાભાઇ નુરસુમાર,ગણેશભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત નગરપાલિકામાં ચુંટાયેલા મિતલબેન ધાનાણી તથા પ્રિયંકાબેન માધડે સંબોધન કર્યુ હતું.

ગોંડલમાં ભાજપની બીજી કેડરે વિજયને મજબૂત બનાવ્યો
ગુજરાતભર માં કદાચ ગોંડલ એવું પ્રથમ ગામ હશે.જ્યાં સતત બીજી ચુંટણીઓ માં કોંગ્રેસ નો સંપુર્ણ સફાયો કરી ભાજપે નગરપાલિકાની તમામ બેઠકો મેળવી હોય. આ સફળતા નું કારણ ભાજપ ની બીજી કેડર છે.ભાજપ નાં મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા નાં એકધારા ત્રીસ વર્ષ નાં શાસન માં ભાજપ એટલી હદે મજબૂત બન્યુ છે કે જીલ્લા કક્ષાનો કોઈ કાર્યક્રમ હોય તો લોકોની મેદની અને વ્યવસ્થા માટે ગોંડલ ને પસંદ કરાય છે.જયરાજસિહે તૈયાર કરેલી બીજી કેડર નાં અલ્પેશભાઈ ઢોલરીયા,પ્રફુલભાઈ ટોળીયા કે અશોકભાઈ પીપળીયા આ કેડર નાં મજબૂત પાયા છે. નગરપાલિકા સતત બીજી ચુંટણીઓ માં ગોંડલ ને કોંગ્રેસ મુક્ત કરવા માં કે વિજય હાંસલ કરવા અશોકભાઈ પીપળીયા ખરા અર્થ માં ચાણક્ય સાબિત થયાં છે.તેમનાં સંગઠનાત્મક અને વ્યુહ રચના ને કારણે ચુંટણી માં કોંગ્રેસ કે આપ ને સમ ખાવા પુરતી પણ બેઠક મળી નથી.આ બહુ મોટી વાત છે. નાનામાં નાના કાર્યકર ની પુરતી સંભાળ લઇ તેની પાસેથી કુનેહ પુર્વક કામ લેવું એ અશોકભાઈ પીપળીયાની આવડત છે.ભાજપ નાં સંગઠન પર આની સકારાત્મક અસર થતી હોય કાર્યકરો સતત એલર્ટમોડ પર રહેતા હોય ગોંડલ નું ભાજપ નું સંગઠન સૌરાષ્ટ્રભર માં મજબૂત ગણાય છે.આ ચુંટણી માં ભાજપ નાં પુર્વ પ્રમુખ પિન્ટુભાઈ ચુડાસમા ની 108 ઇમરજન્સી જેવી કાર્ય પદ્ધતિ કાર્યકરો માટે બુસ્ટરડોઝ બની હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *