વેરાવળના ખડખડ વિસ્તારમાં એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા દરોડો પાડી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે 912 બોટલ વિદેશી દારૂૂ સહિત રૂૂા.2.25 લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક બુટલેગરને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી પી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા માં ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે કડક પગલાં લેવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. રાજપૂત અને તેમની ટીમે બાતમીના આધારે ખડખડ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.
આ રેડ દરમિયાન, પોલીસે 912 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની કિંમત રૂૂા.1,55,952 થાય છે. આ ઉપરાંત, એક મોબાઇલ ફોન રૂૂા.20 હજાર અને એક હોન્ડા એક્ટિવા રૂૂા.50 હજારનું મળી કુલ રૂૂા.2,25,952 ના મુદ્દામાલ જપ્ત કરાયો છે. આ મામલે વેરાવળ શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે જીગ્નેશ મહેન્દ્રભાઈ સુયાણી ઉ.વ.26 રહે. ખડખડ ને ઝડપી પાડયો છે. તપાસ દરમિયાન, દારૂૂનો મુખ્ય સપ્લાય વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ ગામ નો જયેશ માછી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર દારૂૂના વેપાર પર અંકુશ મેળવવા માટે આગામી દિવસોમાં વધુ સઘન ચેકિંગ અને દરોડા પાડવામાં આવશે. આ કાર્યવાહીથી પ્રોહિબિશન કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે.
