જસદણ પાસેથી ઝડપાયેલ 4000 લિટર બાયોડિઝલ રાજ્યસાત કરવા કલેક્ટરનો હુકમ

પુરવઠા વિભાગની વિવિધ ટીમોએ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દરોડા પાડીને બાયોડિઝલના નામે વેચાતા જોખમી પ્રવાહી અને સરકારી અનાજની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી…

પુરવઠા વિભાગની વિવિધ ટીમોએ જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં દરોડા પાડીને બાયોડિઝલના નામે વેચાતા જોખમી પ્રવાહી અને સરકારી અનાજની હેરાફેરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લા અને રાજ્ય કક્ષાની પુરવઠા ટીમોએ તપાસ દરમિયાન જસદણ તાલુકાના ગોંડલ ચોકડી પાસે આવેલ બાપાસીતારામ હોટલની પાછળ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

અહીં બાયોડિઝલના નામે જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનું અનઅધિકૃત વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું તપાસણી દરમિયાન લેવામાં આવેલ નમૂનાઓને ગાંધીનગર સ્થિત એફ.એસ.એલ. (FSL) ખાતે પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં આ પ્રવાહી “BIO DIESEL (B-100)’ ની લાક્ષણિકતાઓ ધરાવતું ન હોવાનું અને તે ભેળસેળયુક્ત હોવાનું સાબિત થયું હતું.આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 હેઠળ કલેક્ટર દ્વારા 4,000 લીટર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો 100% મુજબ રાજ્યસાત (સરકાર હસ્તક) કરવાનો હુકમ કરાયો છે.

માત્ર ઈંધણ જ નહીં,અનાજ ઓળવી જનારા આસામીઓ સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 1,53,965.400 કિલોગ્રામ અનાજ રાજ્યસાત કરવામાં આવ્યું છે. અને પાંચ આસામીઓને કુલ રૂૂ. 4,11,426/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

જેમાં જસદણ ટ્રક નં. GJ-12-BW-9432 માંથી 27,190 કિગ્રા શંકાસ્પદ ચોખા પકડાયા હતો.ને રૂૂ. 73,413/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ શહેર પરસાણા નગરના ગોડાઉનમાંથી 8,600 કિગ્રા ઘઉં અને 22,800 કિગ્રા ચોખા મળ્યા હતા જેને રૂૂ. 51,100/- નો દંડ ફટકારવામાં આવ્યો,ઉપલેટા રઘુવીર બંગલાના ગોડાઉનમાંથી 80,425 કિગ્રાથી વધુનો ઘઉં-ચોખાનો જથ્થો ઝડપાયો હતો, જેને રૂૂ. 1,85,544/- નો દંડ ફટકારવામાં આવ્યો,ગોંડલ ભરૂૂડી ટોલનાકા પાસેથી 33,360 કિગ્રા અનઅધિકૃત ચોખાનો જથ્થો મળી આવ્યો હતો જેને રૂૂ. 83,400/- નો દંડ ફટકારાયો છે, જેતપુર શ્રધ્ધા એન્ટરપ્રાઈઝમાંથી 6,911 કિગ્રા ઘઉં મળી આવ્યા હતા. જેમને રૂૂ. 17,969/- નો દંડ થયો ફટકારાયો છે. જેતપુરના ગોંડલ દરવાજા પાસે આવેલ વાજબી ભાવની દુકાનના સંચાલક શૈલેષભાઇ સુરેશભાઇ ચૌધરી સામે ખાતાકીય તપાસમાં ગેરરીતિઓ જણાતા કલેક્ટર સમક્ષ અપીલ કરવામાં આવી હતી, પરંતુ કલેક્ટરે અપીલ ફગાવી દઈને રૂૂ. 1,84,993/- નો દંડ અને રૂૂ. 5,000/- ની જમા અનામત રાજ્યસાત કરવાનો આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *