મહિકા ગામમાં સરકારી ખરાબામાં ખડકાઇ ગયેલ મકાનો અંગે તપાસનો આદેશ આપતા કલેકટર

દસ દિવસમાં રિપોર્ટ આપવા સુચના, કોઇની સંડોવણી ખુલી તો આકરા પગલાં રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં સરકારી પ્લોટ પર 190થી વધુ પાકા…

દસ દિવસમાં રિપોર્ટ આપવા સુચના, કોઇની સંડોવણી ખુલી તો આકરા પગલાં

રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં સરકારી પ્લોટ પર 190થી વધુ પાકા મકાનો ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમજ કલેકટરના ધ્યાને રાજકોટ નજીક આવેલા અન્ય એક ગામ અમરગઢ ભીચરી ગામ ખાતે ખડકાયેલા દબાણ અંગેની તપાસ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આગામી દસ દિવસમાં આ સમગ્ર ઘટનાનો તપાસ નો રિપોર્ટ પણ આવી જશે.

જિલ્લા કલેકટર ઓમ પ્રકાશ એ જણાવ્યું હતું કે આમાં કોઈ પણ અધિકારી કે કર્મચારીઓની સાંડવણી હશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આગામી દસ દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ જે કોઈપણ કાર્યવાહી કરવી પડતી હશે તે કાર્યવાહી કરવામાં આવશે તેમ જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમારા કચેરીના મામલતદાર રેવન્યુ અધિકારી કે અન્ય કોઈપણ કર્મચારીઓને ચંડવણી ખુલશે તો તેમની સામે ખાતાકીય સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

મહેસુલી કેસોના નિકાલ માટે સૂચના
રાજકોટના નવા કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતાની સાથે જ ડો. ઓમપ્રકાશ તુરંત જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે તાત્કાલિક ધોરણે મહેસૂલ વિભાગના જૂના પડતર કેસોના નિકાલ માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાના ભાગરૂૂપે, તેમણે અઠવાડિયામાં બે દિવસ બોર્ડ ચલાવવાનો આદેશ પણ કર્યો હતો. ગઈકાલે, કલેક્ટર દ્વારા 2011 થી અત્યાર સુધીના જૂના કેસોના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને એક જ દિવસમાં 30 જેટલા કેસોનો નિકાલ પણ કરવામાં આવ્યો છે. વધુમાં, કલેક્ટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે હાલ મહેસૂલ વિભાગના 625 જેટલા કેસો પડતર છે. આ તમામ કેસોનો આગામી સમયમાં ઝડપથી નિકાલ થાય તે માટેની કામગીરી ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *