134 છાત્રાઓને ઝેરી અસર થયા બાદ સત્તાધિશો જાગ્યા, ગત વર્ષે પણ આ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદો થઇ હતી
MS યુનિ.માં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરી ગર્લ્સ હોસ્ટેલના કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાકટ બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો છે, 134 વિદ્યાર્થિનીઓને થયુ હતુ ફૂડ પોઇઝનિંગ અને તમામ વિધાર્થીનીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
એમએસ યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલની 134 જેટલી વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવામાં આવ્યા છે, 24 કલાક બાદ એમએસ યુનિવર્સિટીના સત્તાધિશો આવ્યા હતા એક્શનમાં અને પહેલા કમિટી બનાવવાનું રટણ કરતા સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરને કર્યો બ્લેકલિસ્ટ, શિલ્પા હોસ્પિટાલિટી કમ કેટરર્સના કોન્ટ્રાક્ટરને યુનિવર્સિટીમાં કેન્ટીન ચલાવવા નહીં મળે કોન્ટ્રાક્ટ કેન્ટીન શરૂૂ થયેલા પ્રથમ દિવસે જ વિદ્યાર્થીનીઓને પીરશાયુ હતું પનીરનું શાક અને ખીર તો ભોજન આરોગ્ય બાદ વિદ્યાર્થીનીઓને પેટમાં દુખાવો લુઝ મોશન અને ઉલટીની ફરિયાદો ઉઠી હતી.
ગર્લ્સ હોસ્ટેલમાં મેસનો કોન્ટ્રાક્ટ શિલ્પા કેટરર્સને આપવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આ જ કોન્ટ્રાક્ટર મેસ ચલાવી રહ્યા હતા. ગત વર્ષે ઈયળ નીકળવી. ભોજન સારું ન હોવા સહિતની ફરિયાદો વિદ્યાર્થિનીઓએ વારંવાર કરી હતી. આખરે મંગળવારે રાત્રે ફૂડ પોઇઝનિંગના બનાવ બાદ સફાળા જાગેલા યુનિવર્સિટીના તંત્ર દ્વારા શિલ્પા કેટરર્સનો મેસ ચલાવવાનો કોન્ટ્રાક્ટર રદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓની લથડેલી તબિયત પાછળ ચોક્કસ કારણ શું હોઇ શકે ? તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
