રાજકોટ, પોરબંદર, કચ્છમાં કોલ્ડવેવની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને ગત રાતથી નીકળેલા પવનોના કારણે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો…

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં બે દિવસ આંશિક રાહત બાદ આજથી ફરી ઠંડીએ સપાટો બોલાવ્યો છે અને ગત રાતથી નીકળેલા પવનોના કારણે સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.રાજકોટ- અમરેલી સહીતના શહેરોમાં તાપમાનનો પારો બે ડીગ્રી જેવો ગગડયો છે. જયારે રાજકોટ, કચ્છ અને પોરબંદર જિલ્લામાં બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.


આજે નલિયા ફરી 7.5 ડિગ્રી તાપમાન સાથે રાજયનું સૌથી ઠંડુ શહેર બન્યું છે તો રાજકોટમાં 9.3 અને અમરેલીમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે આગામી બે દિવસ કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.છેલ્લાં દસ દિવસથી રાજકોટમાં શીત લહેર છે. દર વર્ષે કચ્છના નલિયા અને બનાસકાંઠાના ડીસામાં કોલ્ડવેવની અસર જોવા મળતી, પરંતુ આ વર્ષે સૌસરાષ્ટ્રના રાજકોટમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસરજોવા મળી હતી. રાજકોટમાં સામાન્ય રીતે ઠંડીનું પ્રમાણ વધુ રહે છે, પરંતુ કોલ્ડવેવની અસર રહેતી નથી. જોકે, આ વર્ષે રાજકોટ જેવા શહેરમાં પણ સતત બે દિવસ સુધી કોલ્ડવેવની અસર જોવા મળી હતી. છેલ્લાં દસ વર્ષના આંકડાઓ મુજબ પહેલીવાર રાજકોટમાં કોલ્ડવેવની અસર જોવા મળી છે.

ભારતીય હવામાન વિભાગ દ્વારા ડિસેમ્બર મહિનાની આગાહી મુજબ આ વર્ષે લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી વધુ નોંધાય તેવી શક્યતા છે. પરંતુ, અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં જે પ્રકારની ઠંડી પડી રહી છે, તે મુજબ ડિસેમ્બરના પહેલાં પંદર દિવસમાં મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્ય અથવા સામાન્યથી ઓછું નોંધાયુ છે. જે સાબિત કરે છે કે, ગત વર્ષ કરતાં આ વર્ષે ઠંડીનું જોર વધ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *