મોરબી-વાંકાનેર હાઈવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી કુબેર ટોકીઝ નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આજે ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક…

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલી કુબેર ટોકીઝ નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે આજે ચાર વાહનો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, હાઈવે પર ભારે ટ્રાફિક હોવાના કારણે આગળ ચાલી રહેલા વાહનોની ગતિ ધીમી હતી.

આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક વાહનના ચાલકે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બ્રેક ન લાગતાં વાહન બેકાબૂ બન્યું હતું અને આગળના વાહન સાથે ધડાકાભેર અથડાયું હતું.આ ટક્કર એટલી જોરદાર હતી કે આગળ રહેલા અન્ય વાહનો પણ એકબીજા સાથે ભટકાયાં હતાં અને જોતજોતામાં કુલ ચાર વાહનો અકસ્માતની ઝપેટમાં આવી ગયા હતા. હાઈવે પર એકસાથે ચાર વાહનો અથડાવાના અવાજથી આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *