દાંતિવાડામાં SMC ટીમ પર હુમલાના કેસમાં LCB PI રાઠોડ સહિત 3 કર્મચારી સસ્પેન્ડ

  બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ડેરી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવાના કેસમાં પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. આ મામલે…

 

બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં ડેરી ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (જખઈ)ની ટીમ પર બુટલેગરો દ્વારા હુમલો કરવાના કેસમાં પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. આ મામલે બનાસકાંઠા એલસીબીના પીઆઈ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સાથે કોન્સ્ટેબલ સુરેશ ચૌધરી અને કોન્સ્ટેબલ મનજીને પણ ફરજ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજસ્થાનથી દારૂૂ ભરીને ગુજરાતમાં પ્રવેશેલી 3 કારને એસએમસીની ટીમે પકડી પાડવા માટે પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરોની કારો ગુજરાતમાંથી પરત રાજસ્થાન તરફ ભાગવા લાગી હતી. એસએમસીની ટીમે તેમનો પીછો ચાલુ રાખ્યો હતો.

દાંતીવાડાના ડેરી ગામ નજીક રાજસ્થાન તરફ ભાગતી વખતે બુટલેગરોએ એસએમસીની ટીમ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે મામલો ગંભીર બન્યો હતો. દારૂૂ ભરેલી કારો રાજસ્થાનમાં પ્રવેશી જતાં રાજસ્થાન પોલીસ અને આબકારી વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. એસએમસીના પોલીસ કર્મચારી દ્વારા દાંતીવાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારબાદ દારૂૂના મુદ્દામાલ સાથે 3 કારને દાંતીવાડા પોલીસ મથકે લાવવામાં આવી હતી. અન્ય કારો અંગે રાજસ્થાન અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હુમલાના આ કેસમાં બનાસકાંઠા એલસીબીના પીઆઈ રાઠોડને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોન્સ્ટેબલ સુરેશ ચૌધરી અને કોન્સ્ટેબલ મનજી સામે પણ કડક પગલાં લઈ તેમને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. આમ, આ મામલે એક પીઆઈ અને બે કોન્સ્ટેબલ સહિત કુલ 3 પોલીસકર્મીઓ સામે વિભાગીય કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *