માધાપર ચોકડી પાસે કપડાના શોરૂમમાંથી 8.30 લાખના કપડા ગાયબ, સ્ટોક મેનેજર સહિત બે સામે ફરિયાદ

માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂૂમમાંથી રૂૂ.8.30 લાખના કપડા ગાયબ થઈ જતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સ્ટોક મેનેજર સાહિત બે કર્મીઓએ કારીગરી…

માધાપર ચોકડી પર આવેલ બ્રાન્ડેડ કપડાના શો-રૂૂમમાંથી રૂૂ.8.30 લાખના કપડા ગાયબ થઈ જતાં યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. સ્ટોક મેનેજર સાહિત બે કર્મીઓએ કારીગરી કરી, 829 પીસ બારોબાર વેંચી છેતરપીંડી આચરો હતી.આ બનાવ અંગે અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં રહેતાં મોહમ્મદ યાસીન મોહમ્મદ સરીફ રંગવાલા (ઉ.વ.32) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પંકજ ચોરવાડા અને પ્રથમ નું નામ આપતાં યુની. પોલીસે છેતરપીંડીની એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.

વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ રાજકોટ, સુરત અને અમદાવાદ શહેરમાં એમ.એન.ટી. રીટેઈલ કંપનીમાં કલ્સ્ટર મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા.17/09 ના રાજકોટ બ્રાન્ચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોર મેનેજર પંકજભાઈનો ફોન આવેલ કે, તમારી અંડરમાં આવતા રાજકોટ ખાતેના શો રૂૂમમાં મેગા માર્ટ કંપની દ્રારા ત્રીમાસીક ઓડીટ કરાવેલ જે ઓડીટ એપ્રીલ માસથી હાલ સુધી એટલે કે 17/09 સુધી હોય જેમા ઓડીટ બાદ કંપનીનાના માણસોએ જણાવેલ કે, એપ્રીલ માસથી આજ સુધીમાં આવેલ યુ. એસ. પોલો તથા એરો કંપની તથા ફાલાઇંગ મશીન કંપનીના ઓર્ડર મુજબના પીસની ગણતરી કરતા કુલ 829 પીસ સ્ટોકમાં ઓછા બતાવે છે.

જેથી ફરીયાદી તુરંત જ રાજકોટ આવેલ અને આ શોપના ઇન્વેસ્ટર તાહા હુસૈન બવાલા તથા મોહસીન આગવાનને જાણ કરતાં તેઓ બન્ને ઇન્વેસ્ટર પણ રાજકોટ ખાતે આવેલ અને તમામ સ્ટાફને શોપ પર બોલાવેલ અને આ વખતે એક પ્રથમ બખચારીયા વ્યકિત હાજર રહેલ ના હતો.આ બન્ને ઇન્વેસ્ટરો તાહા હુસેન બલ્લુવાલા તથા મોહીસીન આગવાનએ પોતાની હાજરીમાં ફરીથી સુંદર શોપના સ્ટોર મેનેજર પંકજભાઇ ચોરવાડ કે જેઓ તમામ સ્ટોકનું તેમજ નાણાકીય વહીવટ સંભાળતા હોય તેમની તથા અન્ય સ્ટાફ દ્રારા ફરીથી ઓડીટ કરવામાં આવેલ અને ઓડીટ કરતા એપ્રીલ માસથી પ્ટેમ્બર માસ સુધીના આવેલ સ્ટોરમાંથી કુલ 829 પીસ ઓછા મળેલ હતો.

જેથી તાહા હુસેન બલ્લવાલાએ પોતાની શોપમાં ત્રણેય કંપનીનો માલ સ્ટોક ઉપરનો અધિકાર મેનેજર તરીકે પંકજભાઈ ચોરવાડ તથા તેઓની નીચે કામ કરતા સ્ટોરના સ્ટાફ પ્રથમ બખથારીયાને સોંપેલ હોય જેઓ બન્નેએ મળી પોતાની નોકરી દરમ્યાન એમ.એન.ટી. રીટેઇલ કંપની સાથે વિશ્વાસધાત કરી કુલ 829 પીસ માલસ્ટોક જે કુલ રૂૂ.8,29,885 ની ઉચાપત કરી સ્ટોરમાંથી કોઈપણ રીતે માલસ્ટોક પોતાની રીતે સગેવગે કરી નાંખતા ફરીયાદ નોંધાવી હતી.આ બનાવ અંગેની ફરીયાદ પરથી યુની.પોલીસે ગુનો નોંધી પીએસઆઈ વી. જી.ડોડીયા અને ટીમે તપાસ આદરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *