ફૂડ વિભાગની તેલ ડ્રાઇવ : 4 સ્થળેથી નમૂના લેવાયા

ફૂડ વિભાગનું 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 14ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ મનપાના ફૂડ વિભાગ દ્વારા બારે માસ તેલ ભરવાની સીઝન શરૂ થતા હોલસેલના ધંધાર્થીઓને ત્યા…

ફૂડ વિભાગનું 22 ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ, 14ને લાઇસન્સ અંગે અપાઇ નોટિસ

મનપાના ફૂડ વિભાગ દ્વારા બારે માસ તેલ ભરવાની સીઝન શરૂ થતા હોલસેલના ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી ઉમીયા એજન્સી ગુદાવાડી માંથી તીલક શીંગતેલ પાંચ લીટર તથા ભાવિક ટ્રેડિંગ કોઠારીયામાંથી આલ્ફા શિંગતેલ તથા ચુનારાવાડમાં યાદવ ગૃહઉદ્યોગમાંથી પામોલીન તેલ અને ચનાચોર ગમર સહિતના ચાર નમૂના લઇ લેબમાં મોકલી આપ્યા હતા. તેમજ રૈયા વિસ્તારમાં ખાદ્ય ચીઝનુ વેચાણ કરતા 22 ધંધાર્થીઓને ત્યા ચકાસણી હાથ ધરી 14 એકમોને ફૂડ લાયસન્સ અંગે નોટિસ ફટકારી હતી.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના રૈયા ટેલિફોન એક્સચેંજ થી ગોપાલ ચોક વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 14 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 22 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી.

ફૂડ વિભાગ દ્વારા (01)બાલાજી ડેરી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)હર્ષ અમૂલ પાર્લર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)શ્રીજી બાપા અમૂલ પાર્લર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)યશ એન્ટરપ્રાઇઝ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)માં મોમાઈ નાસ્તા હાઉસ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)જલારામ ખમણ હાઉસ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)મહાવીર પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)ફેમસ કચ્છી દાબેલી- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ગિરિરાજ પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)નીલકંઠ ડેરી ફાર્મ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (11)જનતા પ્રોવિઝન સ્ટોર- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (12)શ્રીજી મેડિકલ- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (13)બાલાજી દાળપકવાન- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (14)જય સરદાર ગાંઠિયા- લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ હતી. તથા (15)ઓમ આઇસ્ક્રીમ (16)સેજપાલ મેડિકલ (17)જય જલારામ ફરસાણ (18)અમદાવાદ ખમણ હાઉસ (19)ગણેશ પ્રોવિઝન સ્ટોર (20)હરસિધ્ધી કોલ્ડ્રિંક્સ (21)રામદૂત મેડિકલ (22)કિશોર સુપર માર્કેટની ચકાસણી કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *